સરકારનો એટલો વેરો ઉઘરાવવાનો બાકી છે કે ગુજરાતના દરેક વ્યક્તિને રૂ. 7714 મળે

PC: https://timesofindia.indiatimes.com

ગુજરાત સરકારમાં મહેસૂલની પાછલી બાકી રકમ વધીને 54222.61 કરોડ રૂપિયા થઇ ચૂકી છે જે અગાઉના વર્ષે 43000 કરોડ રૂપિયા હતી. અત્યાર સુધીની બાકી રકમ પૈકી 23684.14 કરોડ રૂપિયા છેલ્લા પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષોથી બાકી છે છતાં તેની વસૂલાત કરી શકાતી નથી. બાકી રકમમાં વેલ્યુ એડેડ ટેક્સ, વેચાણવેરો અને વીજળી પર વેરા અને જકાતનો સમાવેશ થાય છે.

રાજ્યના નાણા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે વેટ અને વેચાણવેરા પેટે બાકી 54062 કરોડ રૂપિયા પૈકી 17619.40 કરોડ રૂપિયા એવી જગ્યાએ ફસાયા છે કે જેમાં અદાલતી પ્રક્રિયા અને મનાઇહુકમ છે. 3106.78 કરોડ રૂપિયા એવા વેપારીઓ અને સંસ્થાઓના બાકી છે કે જેમણે નાદારી નોંધાવી છે જ્યારે અન્ય તબક્કામાં 33184.42 કરોડ રૂપિયા બાકી છે.

વીજળી પર વેરા અને જકાતની બાકી 160.61 કરોડ રૂપિયા પૈકી 87.28 કરોડ રૂપિયા અદાલતના મનાઇહુકમના કારણે વસૂલી શકાતા નથી. બાકીના 27.88 કરોડ રૂપિયા માટે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તરફથી માહિતી આપવામાં દાખવેલી બેદરકારી છે.

ગુજરાત સરકારના નાણાકીય આયોજનમાં બાકી વેરાની વસૂલાત એટલી મુશ્કેલી ઉભી કરે છે કે સરકાર લાચાર બની જાય છે. રાજ્યમાં પાંચ વર્ષ કે તેથી વધુ બાકી રકમનો આંકડો 24000 કરોડ જેટલો થયો છે. છેલ્લા એક વર્ષમાં વસૂલાતની રકમમાં 11000 કરોડ જેટલો વિક્રમી વધારો થયો છે. બાકી રકમનો ટેક્સ વસૂલવા માટે સરકારે કોઇ સમયમર્યાદા રાખી નહીં હોવાથી સરકારને જાહેરદેવાં પર આધાર રાખવો પડે છે.

એક બાજુ રાજય સરકાર દર વર્ષે મોટી રકમનુ જાહેર દેવું કરીને નાણાકીય રકમ મેળવે છે અને છેલ્લા દસ વર્ષથી પણ વધારે સમયગાળામાં વેરાની રકમ મળવાપાત્ર હોવા છતાં કોર્ટ કેસોના કારણે વેરાપાત્ર મહેસૂલી આવકો મેળવી શકાઇ નથી. આ તમામ વસુલ કરવાપાત્ર વેરાઓ રકમ વસુલ કરવામાં આવે તો રાજયની આંતરિક દેવાની રકમમાં ઘટાડો  થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp