નવો કીમિયોઃ ગુજરાતના ઉદ્યોગો પ્રદૂષણનો ધૂમાડો ઘટાડીને બીજાને વેચી શકશે

PC: ehstoday.com

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સોળમી સપ્ટેમ્બર 2019થી શરૂ કરવામાં આવેલી રહેલી એમિશન ટ્રેડિંગ સ્કીમ વાયુ પ્રદુષણને ઘટાડ્યા વિના મોટેપાયે હવાનુ પ્રદુષણ કરનારાઓને બચાવી લેવાનો એક કીમિયો જ હોવાનું જાણકારોનું કહેવું છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન રાજીવ ગુપ્તાએ પ્રદુષણ ઘટાડ્યા વિના પ્રદુષણ ઘટાડવાનો દેખાવ કરવા માટે આ તૂત ઊભં કર્યું હોવાની વાત થઇ રહી છે. આ માટે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગના 169 એકમોમાં કન્ટીન્યુઅસ એમિશન મોનિટરિંગ સિસ્ટમ-સીઈએમએસ-સેમ્સ લગાડવામાં આવશે. જીપીસીબીએ મુકરર કરેલા 150 પીપીએમ કે ઉદ્યોગ પ્રમાણેના પીપીએમના ધોરણો કરતાં ઓછા રજકણો હવામાં છોડનારા ઉદ્યોગોને પીપીએમની ક્રેડિટ જમા થશે. તેનાથી વધુ પીપીએમવાળા પ્રદુષકો છોડનારાઓ ઓછું પ્રદુષણ કરનારાઓ પાસેથી તેમની ક્રેડિટ ઓનલાઈન ટ્રેડિંગમાં ખરીદી લઈને એટલે કે તેને માટે પૈસા ચૂકવી દઈને પ્રદુષણ ઘટાડ્યું હોવાનું પ્રમાણપત્ર મેળવી લેવાનું કામ કરવાનું રહેશે. આમ હવાનું પ્રદુષણ ઓછું કર્યા વિના જ હવાનું પ્રદુષણ ઘટાડવાનો ખેલ શરૂ કરવામાં આવી રહ્યો છે.હવામાં 150 પીપીએમથી વધુ માત્રામાં પાર્ટિક્યુલેટ મેટર્સ - રજકણો તરતાં હોય તો તેની 10 કિલોમીટરના પરિસરમાં રહેતા લોકોના આરોગ્ય સામે ખતરો થાય છે. તેનાથી તેમને અસ્થમા, એલર્જી અને શ્વાસનળી કે શ્વસનતંત્રને લગતી જુદી જુદી બીમારીઓ થાય છે. આ બીમારીઓ ઘટાડવા કે પછી વાયુ પ્રદુષણ ઘટાડવાને નામે તેમણે આ તૂત ચાલુ કર્યું છે. 

રાજીવ ગુપ્તા પણ હવાના ભયંકર પ્રદુષણવાળા વિસ્તારમાં આ માટેની બેઠક કરીને ઉદ્યોગોને હવાના પ્રદુષણનો અહેસાસ કરાવવાના બદલે કેવડિયા કોલોની ખાતેથી એમિશન ટ્રેડિંગ ફોર પાર્ટિક્યુલેટ મેટર્સ (હવામાંના રજકણો) માટેનો વર્કશોપ કરીને નવી સિસ્ટમને લોન્ચ કરવામાં આવી છે. આ માટે અંકલેશ્વર, અમદાવાદ, વાપી, વડોદરા સહિતની મોટી જીઆઈડીસીવાળા વિસ્તારના ઉદ્યોગોને બોલાવવામાં આવ્યા હતા. તેમાં અંદાજે 500થી વધુ ઉદ્યોગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp