50 વર્ષ જૂનો કાયદો બદલી શકે છે મોદી સરકાર, લાખો લોકોને થશે ફાયદો

PC: twitter.com/DDNewsLive

રિપોર્ટ મુજબ આગામી સમયમાં મોદી સરકાર ઇનકમ ટેક્સથી જોડાયેલો 50 વર્ષ જૂનો એક કાયદો બદલી શકે છે. આ કાયદાના બદલાવથી નોકરિયાત વર્ગને સીધો ફાયદો થશે.

ન્યૂઝ એજન્સી IANSના રિપોર્ટ મુજબ મોદી સરકાર હાલના પ્રત્યક્ષ ટેક્સ કાયદા એટલે કે ડાયરેક્ટ ટેક્સ લૉને બદલવાની તૈયારીમાં છે. આ બદલાવને લઇને મોદી સરકાર 2 વર્ષથી કામ કરી રહી હોવાનું કહેવાય છે. આના માટે નવેમ્બર 2017મા એક કમિટિની પણ નિમણૂક થઇ હતી. આ કમિટિની જવાબદારી નવા કાયદાનો ડ્રાફ્ટ રજૂ કરવાની હતી. આ કમિટી જુલાઈ 2019ના અંત સુધીમાં પોતાનો રિપોર્ટ સરકારને આપે તેવી સંભાવના છે.

જો કે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ 5 જુલાઈના રોજ આવવાનું હોવાથી આ કાયદામાં બજેટ બાદ બદલાવ થાય તેવી શક્યતા છે.

રિપોર્ટ મુજબ એક અધિકારીએ સંકેત આપ્યા છે કે, આ કાયદામાં બદલાવ થયા બાદ નવા ડાયરેક્ટ ટેક્સ લૉથી નોકરિયાત વર્ગના ટેક્સનું ભારણ ઓછું થશે. આ સિવાય રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવશે. આ કાયદો લાગુ થવાથી કરોડો લોકોને ફાયદો થવાની સંભાવના છે. CBDTના સભ્ય અખિલેશ રંજન આ કમિટીના અધ્યક્ષ છે. આ સિવાય ગીરીશ આહુજા, રાજીવ મેમાણી, મુકેશ પટેલ, માનસી કેડિયા અને જી.સી.શ્રીવાસ્તવ પણ આ કમિટિમાં શામેલ છે

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની આગેવાની વાળી સરકારે પણ ડાયરેક્ટ ટેક્સ કોડ લાવવાના કાયદામાં બદલાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે લાગુ નહોતો થઇ શક્યો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp