હવે ભ્રષ્ટ અધિકારીઓ સામે ભૂપેન્દ્ર પટેલ સરકારે લાલ આંખ કરી, ઓપરેશન ગંગાજળ શરૂ
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયમાં મોરબી ઝુલતો પુલ તુટી પડવાની દુર્ઘટના, વડોદરાના હરણીમાં બોટ ઉથલી પડવાની ઘટના અને રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં નિદોર્ષ લોકોના મોત થવાને કારણે ભૂપેન્દ્ર પટેલની સરકારે લાલ આંખ કરી છે. આવા ભ્રષ્ટ્ર અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ શરૂ કરવામાં આવ્યું છે અને સરકારે આવા લાંચિયા અધિકારીઓની યાદી મંગાવી છે. અત્યાર સુધીમાં સરકાર પાસે 108 ભ્રષ્ટ્ર અધિકારીઓની યાદી આવી ગઇ છે, તેમાંથી 11 અધિકારીઓને તાત્કાલિક ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે.
ભૂપેન્દ્ર પટેલની સરકારે નક્કી કર્યું છે કે, હવે લાંચિયા અધિકારીઓ સામે કોઇ નોટીસ નહી,કોઇ ખાતાકીય તપાસ નહી, કોઇ સસ્પેન્શન નહી, સીધા જ તેમને ઘર ભેગા કરી દેવામાં આવશે.ગુજરાત ઓન રેકોર્ડ 8378 ભ્રષ્ટ્ર અધિકારીઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp