પ્રધાનમંત્રી મોદી PM સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

PC: PIB

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યે ઉત્તર પ્રદેશના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓની આત્મનિર્ભર નિધિ (PM સ્વનિધિ) યોજના 1 જૂન, 2020ના રોજ કોવિડ -19 દ્વારા અસરગ્રસ્ત, ગરીબ શેરી વિક્રેતાઓને આજીવિકા પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં મદદ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આજદિન સુધીમાં આ યોજના હેઠળ કુલ 24 લાખથી વધુ અરજીઓ મળી છે, જેમાંથી 12 લાખથી વધુ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે અને 5.35 લાખ જેટલી લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી 6 લાખથી વધુ અરજીઓ નોંધવામાં આવી છે. જેમાંથી લગભગ 3.27 લાખને મંજૂરી આપવામાં આવી છે અને 1.87 લાખ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશમાંથી યોજનાના તમામ લાભાર્થીઓ આ સંવાદના સાક્ષી બનશે. તેનું ડીડી ન્યૂઝ ઉપર જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp