કોરોના કાળમાં આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવા સરકારે શું રસ્તો કાઢયો?

PC: indiatimes.com

કોરોના કાળમાં દેશની  આર્થિક સ્થિતિ ડામાડોળ થતા તેમાંથી બહાર નિકળવા સરકારે કેટલાંક પીએસયુનો વેચાણ કરવાનો અથવા ડિસઇન્વેસ્ટ કરીને કરોડો રૂપિયા  ઉભા કરવાની યોજના બનાવી છે અને તેમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે.ખાનગીકરણની દિશામાં સરકાર ઝડપથી પગલાં લઇ રહી છે.નીતી આયોગ કેટલાંક જાહેર ક્ષેત્રના એકમોની ઓળખ કરી રહી છે.જેને સરકાર વેચી શકે અથવા તેમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરી શકે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ સોમવારે નીતિ આયોગના અધિકારીઓની બેઠક મળવાની છે. આ બેઠકમાં સરકાર હસ્તકની કંપનીઓની ઓળખ કરીને નવી યાદી તૈયાર કરવામાં આવશે.અગાઉની યાદીમાં નીતિ આયોગે 48 પબ્લીક સેકટર યુનિટ (પીએસયુ) માટે પોતોના સુચનો આપ્યા હતા.નીતિ આયોગે બધા મંત્રાલયોને કહ્યું છે કે તેમના વિભાગમાં આવતા પબ્લીક સેકટર એન્ટરપ્રાઇઝ (પીએસઇ)ની ઓળખ કરે જેમાં સરકાર વ્યુહાત્મક વેચાણ કરી શકે.આ ડીલમાં માલિકી હક્ક અને કંટ્રોલ બનેં ટ્રાન્સફર કરવામાં આવશે. મંત્રાલયનું કામ પોતાના વિભાગમાં આવતા નોન- સ્ટ્રેટેજીક કંપનીઓની ઓળખ કરવાનું છે જેમાં સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ કરી શકે.

મોદી સરકાર નોન- સ્ટ્રેટેજીક સેકટરમાંથી પુરી રીતે બહાર નિકળી જવા માંગે છે. આ દિશામાં ઝડપથી કામ ચાલી રહ્યું છે.કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારની નાણાંકિય સ્થિતિ એકદમ નાજૂક છે. એટલે આ યોજનાને આગળ વધારવા ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.સરકાર નોન- સ્ટ્રેટેજીક પબ્લીક સેકટર યુનિટને વેચીને ફંડ ઉભું કરવા માંગે છે.

થોડા દિવસ પહેલાં જ મોદી સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે,કેટલીક જાહેર ક્ષેત્રની કંપનીઓને છોડીને નોન- સ્ટ્રેટેજીક સેકટરમાંથી સરકાર બહાર નિકળી જશે. ડિફેન્સ, બેકીંગ, સ્ટીલ, ફર્ટિલાઇઝર અને પેટ્રોલિયમ સેકટર સ્ટ્રેટેજીક સેકટરમાં આવે છે. આ સેકટરને સરકાર પુરેપુરં નહીં વેચે.આ સેકટરમાં ખાનગી પ્લેયર્સને એન્ટ્રી મળશે, જેથી સ્પર્ધા વધશે અને કવોલિટીમાં સુધારો આવશે એવું સરકારનું માનવું છે.

ચાલું નાણાંકિય વર્ષમાં સરકારે ડિસઇન્વેસ્ટમાંથી  2.1 લાખ કરોડ રૂપિયા ઉભા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.સ્ટ્રેટેજીક સેલના માધ્યમથી સરકાર  1.2 લાખ કરોડ રૂપિયા ઉભા કરવા માગે છે.ઉપરાંત પબ્લીક સેકટર બેંક અને ફાયનાન્શીઅલ ઇન્સ્ટીટયૂશનમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને 90 હજાર કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરશે.નીતિ આયોગે પહેલું લિસ્ટ આપ્યું હતું  તેમાં 48 કંપનીઓમાં ડીસઇન્વેસ્ટમેન્ટ  કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેમાં એર ઇન્ડિયા  જેવી કંપની સામેલ હતી. ઉપરાંત એનટીપીસી,સીમેન્ટ કોર્પોરેશન, ભારત અર્થ અને સ્ટીલ ઓથોરિટીમાં સ્ટેક વેચવાનું સૂચન પણ નીતિ આયોગે કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp