ગાંધીનગરના 17 બગીચામાં શું થશે? મહાનગરે 25,00,00,000ના ટેન્ડર બહાર પાડ્યા...

PC: khabarchhe.com

ગાંધીનગરની લીલોતરીને અકબંધ રાખવા માટે મહાનગરપાલિકાએ ટેન્ડરો બહાર પાડ્યાં છે. હાલ કુલ 17 સેક્ટરોમાં નાના-મોટા બગીચા છે તેને લીલાછમ રાખવા માટે 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. આ ટેન્ડરોમાં એજન્સીઓ પણ નક્કી કરી દેવામાં આવી છે. મહત્વની બાબત એવી સામે આવી છે કે ટેન્ડરીંગમાં એજન્સીઓ વચ્ચે રીંગ ઉભી થઇ હતી.

 રાજ્ય સરકારે પાટનગર યોજના વિભાગ હસ્તકના બગીચા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી દીધા છે તેથી તેનું નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે. બાળકોને રમવાના સાધનો તે તૂટી ગયા છે તેને રિપ્લેસ કરાશે. આ બગીચાઓમાં નવા ફૂલછોડ અને સુશોભિત છોડની વાવણી કરવામાં આવશે. એ ઉપરાંત બચીચાઓની બોર્ડર પણ બનાવવામાં આવશે.

 શહેરમાં જ્યાં બગીચાને નવો ઓપ આપવાનો છે તેમાં સેક્ટર-17, 20, 23, 25 અને સેક્ટર-22ના બગીચાનો સમાવેશ થાય છે. આ બગીચાઓ માટે 8.70 કરોડનો ખર્ચ કરાશે. આ બગીચાઓને ડેવલપ કરવા માટે નવ ટકા નીચું ટેન્ડર સમીર કન્સ્ટ્રક્શનનું આવ્યું છે. એવી જ રીતે સેક્ટર-3, 3-ન્યૂ, સેક્ટર-6, 13 તેમજ સેક્ટર-14માં 6.86 કરોડના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. આ કામ આસોપાલવ ગાર્ડન કન્સલ્ટન્ટને આપવામાં આવશે.

જ્યારે સેક્ટર-5, 12, 22, 16, 26, 29 અને સેક્ટર-30ના બગીચાના રિનોવેશન માટે 11.79 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ કામ દેવર્ષ કન્સ્ટ્રક્શન એજન્સીને આપવામાં આવનાર છે. બગીચાના કામ લેવા માટે એજન્સીઓએ રીંગ બનાવી હોવાથી હવે સ્થાયી સમિતિની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવે છે કે કેમ તે અંગે અનિશ્ચિતતા છે. મહાનગર શહેરમાં વિવિધ કામો માટે ટેન્ડરીંગ કરીને કામ તો આપે છે પરંતુ એજન્સીઓ કામ બરાબર કરતી નહીં હોવા છતાં રૂપિયા ચૂકવાય છે તેવો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ કરી રહ્યું છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp