ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AAPએ 9 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

PC: trishulnews.com

આ વર્ષના અંતમા યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું એડીચોડીનું જોર લગાવી રહી છે અને ચૂંટણી માટે ઉમેદાવારાના નામ પણ ફટાફટ જાહેર કરી છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી,જેમાં 10 મૂરતિયાના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ગુરુવારે બીજી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 9 ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે. આમ કુલ 19 ઉમેદવારાનો નામ અત્યાર સુધીમાં જાહેર થઇ ચૂક્યા છે.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. ગુરુવારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરીષદમાં વધુ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અગાઉ 10 ઉમેદવાર જાહેર કર્યા હતા. 

ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદમાં  બીજી યાદી જાહેર કરી હતી જેમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ઇટાલિયાએ કહ્યુ હતું કે આમ આદમી પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી તેને જબરદસ્ત આવકાર મળ્યો છે. લોકો ગુજરાતમાં ઇમાનદાર સરકાર બનાવવા માંગે છે. આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભ્રષ્ટ્ર ભાજપ અને પ્રમાણિક પાર્ટી આમ આદમી વચ્ચે થવાની છે. પહેલી યાદીમાં આમ આદમી પાર્ટીએ શક્તિશાળી માણસોને તક આપી છે.

ગોપાલ ઇટાલિયાએ બીજી યાદીના નામ જાહેર કરતા કહ્યું હતું કે ચોટીલા બેઠક પરથી રાજુભાઇ કરપડાને ટિકીટ આપવામાં આવી છે. રાજુભાઇ ખેડુતો પ્રતિનિધી છે અને ખેડુતોની સમસ્યા માટે આક્રમક લડત આપતા રહે છે.જૂનાગઢ માંગરોલથી પિયુષ પરમારને ટિકીટ આપવામાં આવી છે, તેમણે કોરાના મહામારીના સમયમાં પોતાના ખર્ચે લોકોને મફતમાં શાકભાજીનું વિતરણ કર્યું હતુ. પિયુષભાઇ છેલ્લાં 10 વર્ષથી જન્માષ્ટમીના તહેવારમાં દર વર્ષે મિઠાઇ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપે છે.

સુરત ચોયાર્સી બેઠક પરથી પ્રકાશ કોન્ટ્રાકટરની પસંદગી કરવામાં આવી છે. ઇટાલિયાએ કહ્યુ કે પ્રકાશ કોન્ટ્રાકર સુરતના કાંઠા વિસ્તારના કોળી સમાજના પ્રમુખ છે અને પ્રદુષણ જેવા મુદ્દા પર  પરિવર્તન ટ્રસ્ટ નામથી ઘણા સમયથી લડત ચલાવે છે.

જામનગર ઉત્તરથી કરસન કરમૂટને ટિકીટ આપવામાં આવી છે. તેઓ ડેપ્યૂટી મેયર રહી ચૂક્યા છે. તો વાંકાનેરથી વિક્રમ સોરાણીની પસંદગી કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીએ બીજા યાદીમાં જાહેર કરેલા ઉમેદવારોની યાદી

રાજુ કરપડા, ચોટિલા
પિયુષ પરમાર, માંગરોળ-જૂનાગઢ
પ્રકાશભાઈ કોંટ્રાક્ટર- ચોર્યાસી- સુરત
નિમિતાબેન ખૂંટ-ગોંડલ
વિક્રમ સોરાણી-વાંકાનેર
કરશન કરમૂટ-જામનગર ઉત્તર
ભરતભાઈ વાખડા- દેવગઢ બારિયા
જે.જે. મેવાડા- અસારવા-અમદાવાદ

વિપુલ સખીયા- ધોરાજી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp