ગુજરાતના આ શહેરમાં સરકારી શાળામાં એડમિશન માટે લાંબી લાઈનો લાગી

PC: Khabarchhe.com

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણ ખાતે આવેલી શાળા ક્રમાંક 334માં એડમીશન માટે વાલીઓની લાંબી કતાર લાગી હતી. નવા શત્ર માટે બાળકોને દાખલા માટે પડાપડી થઇ હતી. ખાનગી શાળા કરતા પણ વધુ ધસારો થતાં વ્યવસ્થા સાચવવા શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલ સહિતના સભ્યો પણ પોહચી ગયા હતા. એડમીશન માટે 1570 વાલી ઓ પોતાના બાળકોના નામ લખાવી ગયા હતા. એક તરફ કેટલીક શાળામાં લગાતાર સંખ્યા ઘટી રહી છે ત્યારે બીજી તરફ ઉપરોક્ત શાળામાં વેટિંગ ની સ્થિતિ થી સમિતિની છાતી ગજ ગજ ફૂલી ગઈ છે.

મંદી ના માર, ધંધા રોજગાર ના અભાવે અને ખાનગી સ્કૂલ માં શિક્ષણ મોંઘુ થયું છે ત્યારે વાલીઓનો સરકારી શાળા તરફ જુકાવ વધ્યો હોવાનું કહેવાય છે. આ ઉપરાંત સરકારના શિક્ષણ સુધારણા માટેના અનેક વિધ પ્રયાસ, શિક્ષકોનું ડોર ટુ ડોર અભિયાન, સમિતિના પ્રયાસોનો પણ સિંહ ફાળો છે. પરિણામે રાજ્યભરમાં બાળકોની સંખ્યા વધારવામાં સુરત સમિતિનો નંબર આવ્યો છે.

અમરોલી, વરાછા, કતારગામ અને લિંબાયત વિસ્તાર ની સરકારી શાળાઓની જેમ દરેક સરકારી શાળામાં આવી રોનક પાછી ફરે તેવી કોશિશ શિક્ષકો અને સમિતિ સારા અને ઉચ્ચ કક્ષાના ભણતર થકી કરે તે પણ હવે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp