ઠાસરામાં આ વખતે ભૂલ કરવાની છે? યોગેન્દ્ર-ભૂપેન્દ્ર-નરેન્દ્રની આખી ચેનલ બનશેઃ શાહ

PC: newsreach.in

ખેડા જિલ્લાના ઠાસરા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ભવ્ય જાહેરસભા યોજાઈ હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, ઠાસરમાં યોગેન્દ્રભાઈને વોટ આપશો તો, ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈની આખી ચેનલ બનશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, 20 કરોડના નવા રોડ બનાવવાના કામો ભાજપે મંજૂર કર્યા છે. 1 લાખ 55 હજાર ખેડા જિલ્લાની બહેનોના ઘરોમાં ગેસના સિલીન્ડર પહોંચે છે. કોરોનામાં 4 લાખ 7 હજાર ખેડૂતોના ખાતામાં 485 કરોડ, દર વર્ષે 6 હજાર રૂપિયા નરેન્દ્રભાઈએ દિલ્હીથી પીએમ કિસાન સંઘ નિતી અંતર્ગત મોકલવાનું કામ કર્યું છે. 2.55 લાખ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે.

માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત 35 કરોડથી વધુ રૂપિયાની સારવારનું કામ ભાજપે કર્યું છે. ખેડામાં રેલવે પુલનું નિર્માણ કામ ચાલુ છે. ઠાસરા ગળતેશ્વરમાં 100 કરોડના 72 વિકાસ કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું. ખેડા જિલ્લામાં 75 તળાવોના સૌંદર્યકરણના કામો કર્યા છે. કોંગ્રેસીયાઓને કહેવા માંગું છું કે, 5 વર્ષમાં તમે આ વિસ્તારમાં શું કર્યું એ કહો. યોગેન્દ્રભાઈને એકવાર જીતાડી દો આ વિસ્તારને ગુજરાતમાં નંબર વન બનાવવાનું કામ કરીશું. ગરીબોના ઉત્થાન કરવાનું કામ ભાજપે કર્યું છે. દરેક ગરીબના ઘરમાં નળ સે જળની યોજના શરૂ કરી. 5 લાખ સુધીના સ્વાસ્થ્યનો બધો ખર્ચ PM નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

કોરોનાના કપરા કાળમાં કોંગ્રેસવાળા પોલિટીક્સ કરતા હતા ત્યારે BJPએ લોકોને રસી અપાવવાનું કામ કર્યું. એક સમયે PM મોદીની રસી લેવાનું ના કહેતા રાહુલ બાબા ખુદ રાતના અંધારામાં ચુપચાપ કોરોનાની રસી લઈ આવ્યા હતા. આજ કાલ રાહુલ બાબાનું કોઈ સાંભળતું નથી એમ કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું. આમ ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા અને  આ સાથે જ 370 કલમ હટાવવાની પણ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ કલમ એક ઝાટકે કાઢી નાંખી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp