અમેરિકામાં થયેલા રમખાણમાં અમરેલીના વતની અંબરિષ ઠાકરનો સ્ટોર લૂંટાયો, જુઓ ફોટો

PC: dainikbhaskar.com

અમેરિકાના શિકાગોમાં શરૂ થયેલા રમખાણોમાં મૂળ અમરેલી જિલ્લાનો વતની અંબરિષ ઠાકરની દુકાનમાં પણ ટોળાએ લુંટફાટ કરી હતી. અંબરિષ ઠાકર 2009થી શિકાગોમાં વસવાટ કરે છે પરંતુ તેને છેલ્લા 11 વર્ષમાં આવી ઘટના શિકાગોમાં જોઈ નથી.

અમેરિકામાં થયેલા રમખાણો બાબતે અંબરિષ ઠાકરે જણાવ્યું હતું કે, 28 તારીખથી શિકાગોમાં અને અન્ય રાજ્યોમાં રમખાણો શરૂ થયા હતા. સબર્બ વિસ્તારમાં કદાચ રમખાણો નહીં થાય તેવી આશાના કારણે શનિવારે અમે માર્કેટ ખોલ્યું હતું પરંતુ અમને બધાને સતત સાવચેતીની સૂચના આપવામાં આવી હતી. શનિવારે બપોરથી સબર્બ એરિયામાં પણ તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. અશ્વેતોના ટોળા મોટી સંખ્યા પર રસ્તા પર ઉમટી આવ્યા હતા. થોડીવાર તો હિન્દી ફિલ્મ એરલીફ્ટ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

અંબરિષ ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે, તોફાનો સુઆયોજીત હતા કારણ કે, તોફાનોમાં જે લોકો રસ્તા પર ઉતર્યા હતા તેઓના હાથમાં વજનદાર હથોડા, મેટલ કટર અને ઓટોમેટિક ગન જેવા હથિયારો હતાં. આ પરિસ્થિતિમાં અમે અમારો મોલ બંધ કરી શકીએ તેમ હતા નહીં. કારણ કે, મોલ બંધ કરીએ તો અમે અંદર જ ફસાઈ જાત અને અમારે અંદર જ પુરાઇને રહેવું પડત એટલે મોલ બંધ ન કર્યો. થોડીવારમાં અશ્વેતોના ટોળાઓ દુકાનોમાં તોડફોડ કરીને આગળ વધવા લાગ્યા 500 કરતા વધુ લોકોનું ટોળું અમારી લાઈનમાં આવેલી દુકાનોમાં તોડફોડ કરી રહ્યુ હતું અને પોલીસ આવે તેવી સ્થિતિ હતી નહીં.

એટલા માટે અમે જાણે મુશ્કેલીની રાહ જોઇને બેઠા હોય તે રીતે સ્ટોરમાં બેસી રહ્યા હતા અને અને મોટી સંખ્યામાં લોકો મારા સ્ટોરમાં ઘૂસી ગયા અને લોકો વજનદાર હથોડા ગમે ત્યાં પછાડવા માંડ્યા, મોલના કાચ તોડી નાંખ્યા, માલસામાન ફગાવવા લાગ્યા, ફર્નિચર તોડી નાખ્યુ દીવાલોને પણ વજનદાર હથોડાથી ફટકારીને નુકસાન પહોંચાડ્યું. આ ઉપરાંત લોખંડની વજનદાર કે, મજબૂત વોલ્ટને પણ મેટલ કટરથી તોડી નાખ્યા, દુકાનમાં રહેલી તમામ કેસ લોકો લૂંટીને ફરાર થઈ ગયા.

અંબરિષ ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે, આ તોફાનોમાં પોલીસ પણ નિષ્ક્રિય સાબિત થઇ હતી. અમે ઇમરજન્સી સર્વિસ 911 પર પણ ઘણી ફરિયાદો કરી પરંતુ એક પણ જગ્યા પરથી પોલીસ સમયસર પહોંચી શકી નહીં. લૂંટારાઓ દુકાન લૂંટવાની સાથે-સાથે, તોડફોડ કરવાની સાથે-સાથે અમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા હતા પરંતુ અમારી પાસે આ બધુ સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. હજુ પણ ડરના કારણે દુકાન કે, મોલ ખોલી શકતા નથી. અહીંયા રાત્રિના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફયુ લગાવવામાં આવ્યો છે અને લોકો ટોળા ગમે ત્યારે બહાર નીકળી શકે એવા ભયને અમે નકારી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp