જૂનાગઢમાં 3 ઈસમોએ પોલીસ પર કર્યો ચપ્પુ વડે હુમલો

PC: ui-ex.com

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગુજરાતમાં દિન-પ્રતિદિન અસામાજિક તત્ત્વોનો આતંક વધતો જાય છે. ધોળા દહાડે અસામાજિક તત્વો લૂંટ, ચોરી, મર્ડર, મારામારી જેવી ઘટનાઓને અંજામ આપે છે. અત્યાર સુધી જનતા પર અસામાજિક તત્ત્વો પોતાનો રોફ જમાવી રહ્યા હતા, પણ હવે અસામાજિક તત્વો પોલીસને પણ નથી છોડતા. કારણ કે, કેટલીકવાર ગુનેગારને પકડવા ગયેલી પોલીસ પર હુમલાઓ કરવામાં આવે છે. દારૂના અડ્ડા પર રેડ કરવા માટે ગયેલી પોલીસની ટીમ પર બુટલેગરો દ્વારા હુમલો કરવાની ઘટના અવારનવાર બનતી રહે છે. ત્યારે જુનાગઢમાં કેટલાક ઇસમો પોલીસ ઇન્સ્પેકટરને ચપ્પુ મારીને ફરાર થઇ ગયા હોવાની વાત સામે આવી છે. ઘટનાને પગલે પોલીસ ઇન્સ્પેકટરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી હતી.

એક રીપોર્ટ અનુસાર, ગઈકાલે જુનાગઢના કાળવા ચોક વિસ્તારમાં સાજિદ અને વિપુલ નામના બે યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ઝઘડી રહેલા બંને યુવકોને શાંત કરવાના પ્રયાસો કર્યા હતા. પોલીસ બંનેને સમાજાવી રહી હતી, ત્યારે વિપુલ નામના ઇસમે પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં  A-ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર એમ. એ. વાળાને ચપ્પુ વાગ્યું હતું. હુમલામાં ઘાયલ થયેલા પોલીસ ઇન્સ્પેકટરને સારવાર માટે જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ SP સૌરભસિંઘને થતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ સમગ્ર મામલે પોલીસે વિપુલ, કિરીટ અને વિજય સામે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી હતી. પોલીસે રાત્રે જ મુખ્ય આરોપી વિપુલની ધરપકડ કરી હતી અને અન્ય બેની શોધખોળ શરૂ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp