જૂનાગઢમાં CM રૂપાણીને આ બાબત માટે જવાબદાર ગણાવી એકનો આપઘાત, CMએ આપ્યો જવાબ

PC: vnecdn.net

જૂનાગઢમાં સહાયક વિદ્યુત નીરીક્ષકની કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારીએ ઓફીસમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા કર્મચારીએ અલગ-અગલ ચાર જેટલા ટેબલ પર સ્યૂસાઈટ નોટ મૂકીને આપઘાત કર્યો હતો. LRDની પરીક્ષામાં પુત્રો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે સરકારી કર્મચારી પિતાએ આપઘાત કર્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કર્મચારીની લાશને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.

રિપોર્ટ અનુસર જૂનાગઢમાં સહાયક વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં નોકરી કરતા મ્યાંજરભાઈ હુણેએ પોતાની ઓફીસના પંખા પર લટકીને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેમના બંને પુત્રો સાથે LRDની ભરતી પરીક્ષામાં અન્યાય થયો હોવાના અક્ષેપ સાથે તેમને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા તેમને એક સ્યૂસાઇડ નોટ લખીને ભાજપના મંત્રી અને સરકાર પર આંકરા પ્રહાર કર્યા હતા.

સ્યૂસાઇડ નોટમાં તેમણે જણાવ્યું હતું કે, મારા બંને પુત્રોએ લોક રક્ષણ દળની ભરતીમાં લેખિત તથા શારીરિક પરીક્ષા પાસ કરીને જાતી અંગેના અનુસુચિત જાતીના પ્રમાણ પત્રની ખરાઈ માટે આદિજાતી કમિશનરની કચેરી ગાંધીનગરમાં ખરાઈની કાર્યવાહીના પૂરાવાઓ રજૂ કરવા માટે તેની ખરાઈ કરેલ નથી અને રિજલ્ટ જાહેર કરીને અમોને અન્યાય કરે છે. આવા ભાજપ સરકારના પ્રધાનો અને અધિકારીઓએ મારો જીવ લોધો છે. જેની પાછળ આદિજાતી પ્રધાન ગણપત વસાવા, આદિજાતીના અધિકારીઓ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ વિભાગના સચિવ તથા અધિકારીઓએ રાજકીય દબાણમાં આવીને રિજલ્ટ બહાર પાડી દીધું. ભાજપ કંપની સરકાર હજારો ગરીબ માણસોના ભોગ લઇ રહી છે. મારા મૃત્યુ માટે ઉપર દર્શાવેલા પ્રધાનો તથા અધિકારીઓ જવાબદાર હોવા છતાં આ ભાજપ કંપનીની સરકાર કોઈ કાર્યવાહી કરશે નહીં. પણ ઉપરવાળો ભગવાન નક્કી ન્યાય આપશે. હું મારા બંને દીકરાની વેદના જોઈ ન શક્યો મોઢે આવેલો કોળીયો સરકારે જુટવી લીધો અને આ સરકાર ગરીબોને મારી નંખાશે.

તેમને વધુમાં લખ્યું છે કે, મારા રબારી સમાજને વિનંતી છે કે, ભાજપ સરકાર પ્રધાન પદ આપે તો પણ તેને નકારજો ભાજપને ક્યારેય મત આપશો નહીં. ગરીબ મધ્યમ ભાજપને મત આપશે નહીં.

આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, બનાવ ખૂબ જ દુખદ છે. બધાને દુખ થાય તે પ્રકારનો આપઘાતનો બનાવ છે. મારી સંવેદના વ્યક્ત કરું છું અને જે કંઈ એમને લખ્યું છે તે અંગેની યોગ્ય તપાસ અને કાયદાકીય કાર્યવાહી કરીશું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp