રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના વેપારી હડતાલ નહીં સમેટે તો લાઈસન્સ થશે જપ્ત

PC: Youtube.com

છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે. વેપારીઓની માગ છે કે, તેમના પર થયેલા પોલીસ કેસને પાછા નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી તેઓ હડતાલ સામેટશે નહીં. રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીસો દ્વારા વેપારીઓને મનાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ સત્તાધીસોના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. તેથી હવે રાજકોટના માર્કેટિંગ યાર્ડના સત્તાધીસો દ્વારા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.

આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીસોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે વેપારીઓ દુકાન નહીં ખોલે તેનું લાઈસન્સ જપ્ત કરવામાં આવશે. વેપારીઓને કડકપણે સુચના આપવામાં આવશે કે, જો તેમને હડતાલ ન સમેટવી હોય તો તેમનું લાઈસન્સ જમા કરાવી દેવામાં આવે. આ નિર્ણયના અમલ પહેલા તમામ વેપારીઓને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીસોની બેઠકમાં સર્વાનુ મને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને અને આવતી કાલે વેપારીઓને નોટીસ આપીને આ બાબતે માહિતી પણ આપી દેવાશે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીસોના આ નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે, વેપારીઓ તેમની માગને લઇને હડતાલ યથાવત રાખે છે કે પછી સત્તાધીશોના આંકરા વલણ સામે નમતું મૂકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોનો ત્રાસ વધતા ત્રાહિમામ પોકારી ગયેલા ખેડૂતો અને વેપારીઓ હાઈવે પર ઊતરી આવ્યા હતા. આસપાસની સોસાયટીના સ્થાનિકો, ખેડૂતો, એજન્ટ અને વેપારીઓ હાઈવે પરના રોડ પર બેસી જતા મામલો વણસ્યો હતો. આ વિરોધ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો. તેથી પોલીસે 25થી વધારે વેપારીઓ અને ખેડૂતોની અટકાયત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp