અમદાવાદમાં IPL ઈફેક્ટ, ટિકિટના ભાવ 10 ગણા, ફ્લાઈટ-હોટલનું ભાડું બમણું, જુઓ નજારો

PC: twitter.com

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2 મેચ રમાવાની છે. એવી પણ શક્યતાઓ છે કે, આ મેચને લઇને 1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ સંપૂર્ણ રીતે ભરાઈ જશે. તો બીજી તરફ સ્ટેડિયમમાં જે ટિકિટ મળી રહી છે તેનું પણ બ્લેક મેલિંગ શરૂ થઈ ગયું છે અને મેચનો ક્રેજ એટલો બધો છે કે લોકો 800 રૂપિયાની જે ટિકિટ મળી રહી છે તે 8 હજાર રૂપિયા બ્લેકમાં લોકો ખરીદી રહ્યા છે અને 1500 રૂપિયામાં જે ટિકિટ મળી રહી છે તે 15 હજાર રૂપિયામાં બ્લેકમાં મળી રહી છે. 

સ્ટેડિયમની ટિકિટનું બ્લેક મેલિંગ થઈ રહ્યું છે પરંતુ IPLની આ બે મહત્વની ટીમોની મેચના પગલે મુંબઈ અને દિલ્હીથી જે ફ્લાઈટ આવી રહી છે અમદાવાદ તેના ભાડા પણ ડબલ થઈ ગયા છે. તો બીજી તરફ IPL મેચ જોવા માટે રાજકીય તેમજ કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણી ફિલ્મ સ્ટાર આવે તેવી શક્યતાઓ છે. મોટાભાગે રાજકીય અને કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ ચાર્ટર્ડ ફ્લાઈટમાં આવતા હોય છે. ફ્લાઇટના ભાડાની વાત કરવામાં આવે તો મુંબઈ અમદાવાદની ફ્લાઇટનું ભાડું સામાન્ય દિવસોમાં 4થી 5 હજાર જેટલું હોય છે પરંતુ આ મેચને લઇ આ ભાડું 10 હજાર આસપાસ થઈ રહ્યું છે. તો દિલ્હીનું રિટર્ન ભાડું 8થી 9 હજાર રૂપિયા સામાન્ય દિવસોમાં હોય છે પરંતુ આ મેચને લઇને હાલ 15થી 16 હજાર સુધી આ ભાડું પહોંચ્યું છે. તો બીજી તરફ રાજસ્થાન રોયલ અને ગુજરાત ટાઈટન્સની ટીમો પણ અમદાવાદમાં આવી ચૂકી છે.

બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે 29 તારીખે મેચ પહેલા હોટલોમાં રૂમની ઇન્કવાયરીમાં પણ વધારો થયો છે. તો બીજી તરફ હોટલમાં રૂમ બુકિંગ માટેનો ચાર્જ પણ ડબલ થઈ ગયો છે. સામાન્ય દિવસોમાં જે ડિલક્સ રૂમનું ભાડું 7 હજાર રૂપિયા હોય છે તેનું ભાડું વધીને 14થી 15 હજાર રૂપિયા પહોંચી ગયું છે અને સૌથી વધારે એડવાન્સ બુકિંગ આવી રહ્યા છે. તે બેંગ્લોર, દિલ્હી, પુણે અને મુંબઈથી આવી રહ્યા છે તો એવી પણ માહિતી મળી રહી છે કે, અમદાવાદની જે ફાઇવ સ્ટાર હોટેલો છે 30 મે સુધી એકદમ પેક થઈ ગઈ છે. 

તો બીજી તરફ જે દર્શકો છે તેમને મેચ શરૂ થવાના 4 કલાક પહેલાં જ એન્ટ્રી આપવામાં આવશે. તો ટિકિટ ફાટેલી હશે અથવા તો ટિકિટમાં છેડછાડ થયેલી હશે અને ટિકિટનો બારકોડ નહીં ચાલે તો વ્યક્તિને સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. સ્ટેડિયમની અંદર એન્ટ્રી લેવા ઇચ્છતા વ્યક્તિએ કોરોના વેક્સિન બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ પોતાની સાથે રાખવુ પડશે. સ્ટેડિયમની અંદર વ્યક્તિને માત્ર એક જ વખત એન્ટ્રી મળશે. સ્ટેડિયમની બહાર નીકળ્યા બાદ તેને રીએન્ટ્રી આપવામાં આવશે નહીં. સુરક્ષાની તકેદારીને ધ્યાનમાં લઈને પાણીની બોટલ, લાઈટર, મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ, ફટાકડા, હથિયાર અને હેલ્મેટ વસ્તુ તમામ વસ્તુઓ સ્ટેડિયમની અંદર લઈ જવા દેવામાં આવશે નહીં.

આ ઉપરાંત સ્ટેડિયમની અંદર સ્મોકિંગ કરી શકાશે નહીં અને બહારના ફૂડ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ પોતાને ટિકિટ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકશે નહીં. જો કોઈ સંજોગોમાં મેચ રદ્દ થાય છે અથવા તો મેચ મોકૂફ રહે છે તો ટિકિટના પૈસા રિફંડ આપવામાં આવશે. મેચની સૌથી મોંઘી ટિકિટની વાત કરવામાં આવે તો સૌથી મોંઘી ટિકિટ 65 હજાર રૂપિયાની છે અને 25 દર્શકોનું ગ્રુપ આ કોર્પોરેટ બોક્સમાં બેસી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp