આ તારીખ સુધીમાં ધોરણ 10ની પરીક્ષાનું ફોર્મ નહીં ભરાય તો ભરવી પડશે લેટ ફી

PC: google.com/maps

ગુજરાત શિક્ષણબોર્ડ દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. તારીખ લંબાવવાની સાથે સાથે લેટ ફોર્મ ભરવા માટે ત્રણ તબક્કાઓ નક્કી કરવામાં આવ્યા છે અને આ ત્રણ તબક્કા દરમિયાન જે વિદ્યાર્થી લેટ ફોર્મ ભરશે તેની પાસેથી અલગ અલગ લેટ ફોર્મ ફીની વસુલાત કરવામાં આવશે.

ગુજરાત શિક્ષણબોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ તારીખ દરિમયાન જે વિદ્યાથી તેનું ફોર્મ ભરીને જમા કરાવી દેશે તો તેને લેટ ફી આપવી પડશે નહીં અને જે વિદ્યાર્થીઓ 25 નવેમ્બર પછીથી ફોર્મ ભરશે તો તેનું ફોર્મ સ્વીકારવામાં આવશે પણ સાથે સાથે લેટ ફોર્મ ફી પણ લેવામાં આવશે.

એક રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ અલગ અલગ તબક્કાઓમાં લેટ ફી વસુલવાની કાર્યવાહી શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવશે. 26 નવેમ્બરથી 5 ડીસેમ્બર સુધીમાં જે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરશે તેની પાસેથી 250 રૂપિયા લેટ ફોર્મ લેવામાં આવશે. ત્યારબાદના બીજા તબક્કામાં 6 ડીસેમ્બરથી 15 ડીસેમ્બર સુધીના સમયમાં જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે તેની પાસેથી 300 રૂપિયા લેટ ફોર્મ ફીની વસુલાત કરવામાં આવશે. ત્રીજા તબક્કા એટલે કે, 16 ડીસેમ્બરથી 18 ડીસેમ્બર દરમિયાન જે પણ વિદ્યાર્થી ફોર્મ ભરશે તેની પાસેથી 350 રૂપિયા લેટ ફોર્મ ફીની વસુલાત કરવામાં આવશે.

મહત્ત્વની વાત છે કે, ફોર્મ સબમિટ કરવાની ત્રીજા તબક્કાની છેલ્લી તારીખ એટલે કે, 18 ડીસેમ્બર સુધીમાં શાળા કક્ષાએથી વિદ્યાથીના ફોર્મમાં સુધારાઓ કરાવી શકાશે અને તેની કોઈ પણ ફી લેવામાં આવશે નહીં. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાની નિયમિત ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે પરંતુ તેઓ પણ છેલ્લા ત્રણ તબક્કાની અંદર ફોર્મ ભરશે તો તેમની પાસેથી પણ લેટ ફી વાસુલવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp