ગુજરાતના 23 તાલુકાઓમાં વરસાદ, જાણો ક્યા કેટલા ઈંચ વરસાદ પડ્યો

PC: indiatoday.in

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં 33 મી.મી એટલે કે સવા ઇંચ અને આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં 29 મી.મી, જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં 25 મી.મી. મળીને કુલ ચાર તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 18 જુન 2019ના રોજ સવારે છ કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં 24 મી.મી. ગીર સોમનાથના ઉના તાલુકામાં 22 મી.મી., ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં 21 મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં 20 મી.મી., જામનગરના કાલાવાડમાં અને ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 17 મી.મી., ગાંધીગરના કલોલ તાલુકામાં 16 મી.મી., કચ્છના માંડવી અને સાબરકાંઠાના ઇડર તાલુકામાં 15 મી.મી. વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત કચ્છના અંજાર, સાબરકાંઠાના વડાલી, રાજકોટના જામકંડોરણા, જૂનાગઢના માળિયા અને અમરેલીના ખાંભા તાલુકામાં 13 મી.મી., જૂનાગઢના ભેંસાણ અને મેંદરડામાં 12 મી.મી., નવસારીના ગણદેવી અને જૂનાગઢના કશોદમાં 11 મી.મી. એટલે કે અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 87 તાલુકાઓમાં 11 મી.મી. થી માંડીને 1 મી.મી. સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp