ભાવનગરમાં કૌટુંબિક મામાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું

PC: sentinelassam.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે પણ શારીરિક-માનસિક ત્રાસ અને બળાત્કારના કિસ્સાઓ સામે રહ્યા છે. તો કેટલાક કિસ્સાઓમાં તો પરિવારના સભ્ય પરિવારની દીકરી પર નજર ખરાબ કરીને તેની સાથે દુષ્કર્મ કર્યું હોય. ત્યારે આવો જ એક કિસ્સો ભાવનગરના તળાજામાં સામે આવ્યો છે. ભાવનગરના તળાજાના દાઠા પોલીસ સ્ટેશનમાં દયાળ ગામના એક વ્યક્તિ સામે બે વખત એક સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને બીજું કોઈ નહીં પરંતુ તેનો કૌટુંબિક મામો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર તળાજાના દાઠા પોલીસ સ્ટેશનમાં સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દયાળ ગામમાં રહેતા તેના સંબંધી કૌટુંબિક મામા ભાવેશ ચૌહાણ તેને અમરેલીમાં ખેત મજૂરી કરવા માટે લઈ ગયા હતા અને વાડીએ કૌટુંબિક મામાએ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ ગુજાર્યા બાદ એવી ધમકી આપી હતી કે, જો આ બાબતે તે કોઈને જાણ કરશે તો તે સગીરાને કૂવામાં ફેંકી દેશે.

સગીરાએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ બીજી વખત સગીરા ઓરડીમાં એકલી હતી તે સમયે કૌટુંબિક મામાએ તેને ખાટલા સાથે બાંધી દીધી હતી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાએ કૌટુંબિક મામાનો પ્રતિકાર કરતાં બૂમાબૂમ કરી હતી અને આ ઘટનાની જાણ સગીરાના માતા-પિતાને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમને સમગ્ર મામલે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ આચરનારા કૌટુંબિક મામા ભાવેશ ચૌહાણની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પાલીતાણામાં પણ એક સગીરા પર દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એક સગીર વયની યુવતી સાથે રંડોળા ગામમાં રહેતા હરેશ ચૌહાણ નામના ઈસમે દુષ્કાળમાં કર્યો હતો. હરેશ ચૌહાણ સગીરાને પોતાની સાથે ભગાડી ગયો હતો અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના માતા-પિતા એ પોલીસ સ્ટેશનમાં હરેશ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે હરેશ ચૌહાણ સામે IPCની કલમ 363, 366, 376 2 અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp