ગુજરાત હાઈકોર્ટે કહ્યું માસ્ક ન પહેરનારને પહેલા 1000 અને પછી 5000નો દંડ કરો

PC: newsclick.in

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઓછું કરવા માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં સૌથી વધારે કોરાના પોઝિટિવ કેસોની સંખ્યા અમદાવાદમાં છે પરંતુ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં છે. અમદાવાદ બાદ સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને સુરત બાદ હવે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. બુધવારના રોજ રાજ્યમાં નવા 1,020 કેસો નોંધાયા હતા. હાલ રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 65,704 છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવે તે માટે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ફરજીયાત માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવે છે અને જે લોકો માસ્ક નથી પહેરતા તે લોકોની પાસેથી 500 રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવે છે. જો કે, પહેલા 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો પરંતુ હાલ લોકો પાસેથી 500 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. દંડની રકમમાં વધારો થયા પછી પણ કેટલાક લોકો માસ્ક પહેરતા નથી ત્યારે ગુજરાત હાઇકોર્ટે આ બાબતે સરકારને એક મહત્ત્વનો આદેશ કરતા કહ્યું છે કે, અમને એવું લાગી રહ્યું છે કે, 200 કે 500 રૂપિયાનો દંડ લોકોને બહુ નહીં નડે નિયમ તોડનારાઓ માટે આ સામાન્ય રકમ રકમ છે. સરકાર અને કોર્પોરેશને માસ્ક ન પહેરનારને પહેલીવાર 1000 રૂપિયાનો અને ત્યારબાદ 5000 રૂપિયા સુધીનો દંડ કરવો જોઈએ. માસ્ક ન પહેરવાની ભૂલ પર દંડની રકમ વધવી જોઈએ.

તો બીજી તરફ સુરતમાં કોરોના પોઝિટિવ કેસો વધતા સુઓમોટોમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે, તંત્રની ઉદાસીનતાના કારણે સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો માટે સરકાર શું કરી રહી છે? આ બાબતે સરકાર પાસેથી વિસ્તૃત રિપોર્ટ પણ માંગ્યો છે.

તો બીજી તરફ અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીનું મોત થતાં તંત્ર દ્વારા હોસ્પિટલને 77 લાખનો દંડ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી આ દંડની વસૂલાત કરવામાં આવી નથી. ત્યારે હાઈકોર્ટ તંત્રની આ કામગીરી પર અસંતુષ્ટ છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે, રિકવરી આજદિન સુધી કેમ નથી થઈ? આ બાબતે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ કેમ નથી?

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં માસ્ક ન પહેરવા અને રસ્તા પર થૂંકવા બદલ લોકોને 500 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. તો બીજી તરફ ઝારખંડમાં 1 લાખ રૂપિયાનો દંડ, કેરલમાં 2,000થી 10,000 સુધીનો દંડ, દિલ્હીમાં 500થી 1,000 રૂપિયા સુધીનો દંડ અને મહારાષ્ટ્રમાં 500થી 1,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp