ગુજરાતમાં ઠંડીને લઇને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો ક્યા કેટલી ઠંડી પડશે

PC: hindustantimes.com

રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 અને 18 જાન્યુઆરીના રોજ ગાંધીનગર, વડોદરા, ડીસા, સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર. ભાવનગર, રાજકોટમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે. 19 જાન્યુઆરીના રોજ દ્રારકા અને કચ્છમાં ઠંડી પડી શકે છે. બે દિવસ કડકડતી ઠંડી પડ્યા પછી મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ઘટતું જશે.

ઠંડીના ચમકારા સાથે નલિયા ગુજરાતની સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજકોટમાં સવારે ઠંડીનું પ્રમાણ 7.6 ડિગ્રી, ભૂજમાં 8.7 ડિગ્રી, પોરબંદરમાં 9.1 ડિગ્રી, મહુઆમાં 8.9 ડિગ્રી, સુરતમાં 9.8 ડિગ્રી, ગાંધીનગરમાં 9.8 અને અમદાવાદમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

17 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 9 ડિગ્રી, રાજકોટમાં 8 ડિગ્રી, સુરતમાં 13 ડિગ્રી અને કચ્છમાં 7 ડિગ્રી ઠંડી, 18 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 11 ડિગ્રી, રાજકોટમાં 10 ડિગ્રી, સુરતમાં 14 ડિગ્રી અને કચ્છમાં 9 ડિગ્રી ઠંડી, 19 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 12 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, સુરતમાં 16 ડિગ્રી અને કચ્છમાં 8 ડિગ્રી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વાતાવરણમાં પલટો આવવાના કારણે લોકોને બેવડી ઋતુનો પણ અનુભવ થાય છે. બે દિવસ પહેલા વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો. શિયાળામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડતી કડકડતી ઠંડીનું કારણ દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલુ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp