અમદાવાદ સિવિલને પહેલીવાર મળ્યા દાનમાં બે હાથ, મુંબઇમાં ટ્રાન્સપ્લાન્ટ

PC: ahmedabadmirror.com

અમદાવાદની સિવિલ હોસ્પિટલને પ્રથમવાર બન્ને હાથનું દાન મળ્યું છે. આ હોસ્પિટલને એક વ્યક્તિના પરિવારો તરફથી બન્ને ફેફસાં અને બન્ને કીડનીનું દાન પણ પ્રાપ્ત થયું છે. આ વિરલ ઘટના દેશેરાના દિવસે બની છે. સિવિલ હોસ્પિટલમાં નડિયાદના 52 વર્ષીય અરૂણભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ અંગદાન કર્યું છે.

ગુજરાતમાં પ્રથમ વખત બંને હાથના દાન મેળવવામાં પણ સફળતા મળી હતી. આ વ્યક્તિના ફેફસાં અને કીડની પણ દાનમાં મળી છે. અંગદાનમાં મળેલ બંને હાથ મુંબઇ સ્થિત હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જયપુરના 22 વર્ષીય યુવકને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા છે. જ્યારે હ્યદય અને ફેફસાને ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઇ મોકલવામાં આવ્યા છે. જ્યારે બન્ને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવી છે.

સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટર તરીકે મંજૂરી મળ્યાને દશેરાના દિવસે 300 દિવસ પૂર્ણ થયા છે. આ 300 દિવસોમાં કોરોનાકાળની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલમાં 14 બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાન મેળવવામાં સફળતા મળી છે. અત્યાર સુધીમાં 14 બ્રેઇનડેડ દર્દીઓના કુલ 50 અંગોનું દાન સ્વીકારાયુ છે. જેમાં 14 લીવર, 25 કિડની, 4 સ્વાદુપિંડ, 3 હ્યદય, 2 હાથ, 32 આંખો અને 2 ફેફસાનો સમાવેશ થાય છે.

અરૂણભાઇ પ્રજાપતિ નડીયાદના વતની હતા. તેઓને મગજના ભાગમાં ગાંઠ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યા તેઓ બ્રેઇનડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અરૂણભાઇના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતા. હાથના દાનનો ઉપયોગ કરીને ભારતમાં અત્યાર સુધીમાં પાંચ કિસ્સામાં સફળતા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp