કોરોનાને લીધે લોકોને થઈ રહી છે આ બીમારી, ડૉક્ટરો પણ પરેશાન

PC: tosshub.com

એવા ઘણા રિપોર્ટ આવી ચૂક્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરાનાને કારણે ડાયાબિટીઝના દર્દીઓની મુશ્કેલી વધી શકે છે. આપણી આસપાસ પણ એવા ઘણા કેસ જોવા મળ્યા જ હશે જેમને ડાયાબિટીઝ હતો અને કોરોનાએ તેમની મુશ્કેલી વધારી દીધી હતી. પરંતુ હવે નવા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસને કારણે પણ લોકોને ડાયાબિટીઝની બીમારી થઈ રહી છે.

લંડનમાં એક 28 વર્ષના હેલ્ધી યુવકને જૂન મહિનામાં તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તેણે ટેસ્ટ કરાવતા તે કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. દવાઓ લેવાથી તેના તબિયતમાં સુધારો જોવા મળ્યો. ત્યારે અચાનક એક દિવસ મેરિયોને કમજોરી લાગવાનું શરૂ થઈ અને તેની સાથે ઉલ્ટીઓ થવા લાગી . તેને નજીકની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો, જ્યાં તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ કહ્યું કે, મેરિયોને સમયસર હોસ્પિટલમાં લાવામાં ન આવતે તો તે કોમામાં જતો રહ્યો હોતે અથવા તો તેનું મૃત્યુ થઈ ગયું હોતે. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, મેરિયાને ટાઈપ 1 ડાયાબિટીઝ છે. મેરિયા આ સાંભળીને હેરાન રહી ગયો હતો કારણ કે તેને ક્યારેય ડાયાબિટીઝની બીમારી હતી જ નહીં. ડૉક્ટરોએ કહ્યું હતું કે કોરોના વાયરસને લીધે તે ડાયાબિટીઝની બીમારી થઈ છે.

આ કેસ સામે આવ્યા પછી ડાયાબિટીઝ અને કોવિડ-19ના આ ખતરનાક સંબંધને લઈને ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે અને આ અંગે સ્ટડી પણ શરૂ કરી દેવામાં આવી છે. ઘણા એક્સપર્ટ્સ દાવો કરે છે કે કોવિડ-19ને કારણે ઘણા લોકોમાં, એટલે સુધી કે બાળકોને પણ ડાયાબિટીઝની બીમારી થઈ શકે છે. કિંગ્સ કોલેજ લંડનમાં ડાયાબિટીઝના શોધકર્તા ડૉક્ટર ફ્રાંસેસ્કો રુબિનોનું કહેવું છે કે, કોરોના વાયરસ ડાયાબિટીઝનું કારણ બની શકે છે. આ પ્રકારના કેસ આખી દુનિયામાંથી જાણવા મળી રહ્યા છે. અમેરિકાની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ આ અંગેની સ્ટડી કરી રહી છે કે કંઈ રીતે કોરોના વાયરસ બ્લડ સુગર અને ડાયાબિટીઝને વધારી રહ્યું છે.

આવી પરિસ્થિતમાં ડાયાબિટીઝના લક્ષણો ખતરનાક સાબિત થઈ શકે છે. કોવિડ-19ના સંપર્કમાં આવ્યા પછી ડાયાબિટીઝ અંગે જાણવામાં ઘણા મહિનાઓ પણ લાગી શકે છે. કોરોનાને લીધે ડાયાબિટીઝની બીમારી થાય છે તે અંગે હજુ વધારે સ્ટડી કરવાની જરૂર છે. અત્યારે ડૉક્ટરો પાસે જવાબો કરતા સવાલ વધુ જોવા મળી રહ્યા છે, જેની પર કામ ચાલી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp