કોરોનાથી સાજા થનારાને ઝેરી હવાથી વધુ ખતરો, એક્સપર્ટે આ રસી મૂકાવવાની આપી સલાહ

PC: dnaindia.com

કોરોના વાયરસ સામેની જંગ જીત્યા પછી પણ દર્દીએ વિવિધ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દર્દીઓમાં એવા લક્ષણો જોવામાં આવી રહ્યા છે, જેને લોન્ગ કોવિડ કહેવામાં આવે છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે ઠંડી વધવાને અને એર પોલ્યુશનને કારણે કોરોનાથી સારા થઈ ગયેલા દર્દીઓને ખતરો છે. નવા સબૂતો જણાવે છે કે એકદમ ઓછા અથવા લક્ષણ વગરના લોકોમાં પણ રિકવરી આવ્યા પછી આવા લક્ષણો જોવા મળી શકે છે, જે ઘણા અઠવાડિયા અથવા મહિનાઓ સુધી હાજર હોય છે. હેલ્થ એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે, ઠંડી અને પ્રદૂષણને કારણે આ લક્ષણ વધારે ગંભીર થશે. તેમણે કોરોનાથી રિકવર થયેલા લોકોને ફ્લૂની વેક્સીન લગાવડાવવા માટેનુ કહ્યું છે.

કોવિડના દર્દીઓને સાજા થઈ ગયા પછી પણ ઘણી શારિરીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાનું સૌ કોઈએ સાંભળ્યું જ છે. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોશિએશનમાં છપાયેલી સ્ટડી પ્રમાણે, રોમના હોસ્પિટલમાં એડમિટ 143 દર્દીઓમાંથી 187 ટકા દર્દીઓમાં રિકવરીના બે મહિના પછી પણ કોઈ એક લક્ષણ જોવા મળ્યું હતું. ઘણા દર્દીઓમાં ખાંસી, થાક, ડાયેરિયા, જોડામાં દુખાવો, માંશપેશીઓમાં દુખાવો, હ્રદય અને કિડનીમાં ડેમેજ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. અડધાથી વધારે લોન્ગ કોવિડના દર્દીઓએ ઘણો થાક લાગતો હોવાની ફરિયાદ કરી હતી. એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, વધતું પ્રદૂષણ, તાપમાનમાં ઘટાડો અને ફેસ્ટીવલની સિઝનના સમયે વધારે ભીડને લીધે કોરોનાનો ખતરો વધી જાય છે. જેઓ લોન્ગ કોવિડવાળા છે, તેમણે ફ્લૂ માટેની વેક્સીન લઈ લેવી જોઈએ જેથી પોસ્ટ રિકવરી લક્ષણોની ગંભીરતા ઓછી થઈ શકે અને ફ્લૂ ઈન્ફેક્શનથી પણ બચી શકાય.

દેશભરના કોવિડ હોસ્પિટલોમાં રિકવરી પછી પણ લક્ષણો જોવા મળતા હોવાની ફરિયાદોની સંખ્યા ઘણી મોટી માત્રામાં છે. એન્વાયર્મેન્ટલ રિસર્ચ જનરલમાં ઓગષ્ટ મહિનામાં કરવામાં આવેલી એક સ્ટડીમાં કહેવામાં આવ્યું હતું કે, બાળકોના ફેફસાં પર એર પોલ્યુશનની અસર ઓછી કરવા માટે ઈન્ફ્લૂએન્ઝાની વેક્સીન કારાગાર સાબિત થઈ છે. આ વેક્સીન કોવિડના દર્દીઓને પણ ફાયદો પહોંચાડશે. હાલમાં છેલ્લા કેટલાંક દિવસોથી દેશની રાજધાની દિલ્હીમાં એર પોલ્યુશનની માત્રા હદ કરતા વધારે ખરાબ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેવામાં કોવિડ-19ની પરિસ્થિતિમાં તે વધુ ગંભીર એસર લોકોના સ્વાસ્થ્ય પર કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp