દિલ, દિમાગ અને સ્કીન માટે બેસ્ટ છે ડાર્ક ચોકલેટ

PC: jionewsapi.media.jio.com

ડાર્ક ચોકલેટ જે લોકોની ફેવરીટ છે એમને આ વાત જરૂર ગમશે. માત્ર સ્વાદની દ્રષ્ટિએ જ નહીં પણ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે પણ ડાર્ક ચોકલેટ અકસીર છે. ડાર્ક ચોકલેટમાં રહેલું ફ્લેવનોઈડ્સ તત્વ શરીર માટે સારું છે. જે રોગ પ્રતિકારક શક્તિમાં એકાએક વધારો કરે છે. આ ઉપરાંત દિમાગ, દિલ, સ્કિન અને શરીરના બીજા પણ અંગ માટે ચોકલેટ એક પાવરબુસ્ટરનું કામ કરે છે. આ ઉપરાંત ડાર્ક ચોકલેટ સ્ટ્રેસ દૂર કરવાનું પણ કામ કરે છે. મુડ બદલી શકે છે અને યાદશક્તિમાં પણ વધારો કરે છે. યોગ્ય સમયે બેસ્ટ ક્વોલિટીવાળી ચોકલેટ ખાવી શરીર માટે ફાયદાકારક છે.

લાઈફસ્ટાઈલ કોચ લ્યુક કાઉન્ટિહોએ જણાવ્યું હતું કે, જો ડાર્ક ચોકલેટનું યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે સેવન કરવામાં આવે તો તે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારે છે. બજારમાંથી ડાર્ક ચોકલેટ ખરીદતી વખતે થોડું ઘ્યાન રાખવું જોઈએ. કારણ કે કેટલીક વખત બનાવટી ચોકલેટ પણ બજારમાં મળે છે. મોટા ભાગની ચોકલેટ કોકો પાઉડરથી બને છે. જેમાં યોગ્ય માત્રામાં ખનિત તત્વો અને એન્ટિઓક્સિડેન્ટ હોય છે. કોકો પાઉડરની સાથે દૂધની માત્રા ઓછી હોય છે. આ સાથે તેમાં ખાંડનું પણ મિશ્રણ હોય છે. જે શરીરને સ્ટેબિલિટી આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp