ડોર સ્ટેપ ડોક્ટર- હેલ્થ કેર સુવિધાઓ સીધી તમારા ઘર આંગણે

PC: Khabarchhe.com

શું તમારે તમારા ઘરડાં માતા-પિતા માટે ડોક્ટર, નર્સ કે એટેન્ડન્ટની જરૂર છે. શું તમે પોતે સિનિયર સિટિઝન છો, તમારા બાળકો વિદેશમાં રહે છે, દિકરી પરણાવીને સાસરે મોકલ્યા બાદ એકલા રહો છે, ઉંમરલાયક નિ: સંતાન દંપત્તિ છો, દિવ્યાંગ છો, હોસ્પિટલ જવા અસમર્થ છો, હમણાં જ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા છો, ગંભીરથી અતિ ગંભીર બિમારીથી પીડાવ છો, કે તમે એ લોકોમાં આવો છો કે તમારી માંદગીમાં કે વૃદ્વાવસ્થામાં તમારી સંભાળ રાખવાવાળું તમારું પોતાનું તમારી પાસે કોઈ જ નથી. તો હવે તમારે જરાક પણ ચિંતા કરવાની કે મદદ માટે બીજા કોઇને આજીજી કરવાની કોઇ જ જરૂર નથી.

ડોર સ્ટેપ ડોક્ટર પ્રાઈવેટ લીમીટેડ દ્વારા 1 નવેમ્બર 2022થી સુરત શહેરમાં સીનીયર સિટીઝન્સ માટે એક વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં ફક્ત એક જ ફોન કરવાથી ડોક્ટર, નર્સ, એટેન્ડન્ટ, ફીઝીયોથેરાપીસ્ટ સહિતની દરેક પ્રકારની હેલ્થ કેર સુવિધાઓ સીધી તમને તમારા ઘર આંગણે જ મળી જશે અને એક દિકરો કે દિકરી જેવી સંભાળ રાખે છે તેવી રીતે જ તમારી સંભાળ રાખવામાં આવશે.

હાલમાં આ સુવિધા સુરત પુરતી શરુ કરવામાં આવી છે પરંતુ ખુબ જ ઓછા સમયમાં તે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શરુ થઈ જશે.

ડોર સ્ટેપ ડોક્ટરના ડાયરેક્ટર મનોજ પંડ્યાના જણાવ્યા અનુસાર આજે સુરત શહેરમાં અનેક એવા સીનીયર સિટીઝન્સ છે જેઓ હોસ્પિટલ સુધી જવાનું તો દુર પોતાના ઘરની બહાર પણ નથી નીકળી શકતા. પરંતુ હેલ્થ કંડીશનને કારણે તેમણે અતિશય વેદના સહીને પણ હોસ્પિટલ જવું પડે છે. આવા તમામ લોકો માટે આ સુવિધા એક વરદાન સાબિત થશે. ડોર સ્ટેપ ડોક્ટરના કારણે તેઓનું હોસ્પિટલ સુધી જવાનું તો બચી જશે ઉપરાંત પોતાના ઘરમાં પોતાની કમ્ફર્ટ જગ્યાએ જો તેમની સારવાર થશે તો તેમના સ્વાસ્થમાં પણ ઝડપથી સુધારો આવશે. અને તેમની માનસિક શાંતિમાં પણ અનેક ઘણો વધારો થશે.

જો તમારા ઘરમાં આવા કોઈ વ્યક્તિ હોય તો તરત જ ડોર સ્ટેપ ડોક્ટરનો સંપર્ક કરો. અથવા તમે કોઈ આવા કોઈ વ્યક્તિને ઓળખતા હોવ તો તરત તેમના સુધી આ માહિતી પહોચાડી તેઓની પીડાને ઓછી કરવાનું સત્કર્મ કરી શકો છો.

ડોર સ્ટેપ ડોક્ટર જે DSD ના નામથી પણ ઓળખાય છે. તેનો સંપર્ક કરવા કે તેના વિશે વધુ માહિતી મેળવવા માટે તમે તરત જ ડોર સ્ટેપ ડોક્ટરની હેલ્પ લાઈન (હેલ્થ લાઈન) :: 95122 02468 ઉપર સંપર્ક કરી શકો છો અથવા www.doorstepdoctor.in વેબસાઈટ ઉપર પણ વિઝીટ કરી શકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp