કિડનીના દર્દીનું લોહી શુદ્ધ કર્યા પછી તે ફિલ્ટરનો ઉપયોગ સિંચાઇના પાણી માટે કરાશે

PC: Khabarchhe.com

ગુજરાતની હોસ્પિટલોમાંથી ફેંકી દેવાતા ફિલ્ટરને ખેતીમાં વાપરી શકાય એવી ટેકનોલોજી આવી રહી છે. કિડની હોસ્પિટલ લોહીનું ડાયાલીસીસ કરવા માટે જે ફિલ્ટર વાપરે છે. તે એક વખત વાપરીને મેડિકલ વેસ્ટ તરીકે ફેંકી દેવામાં આવે છે. પણ હવે તે ફિલ્ટર દ્વારા સિંચાઈ માટેનું પાણી ફિલ્ટર કરી શકાશે. આવી સરળ ટેકનોલોજી ઇઝરાયેલની તેલ - અવિવ યુનિવર્સિટી દ્વારા NUTF- 500 ફીલ્ટરેશન સીસ્ટમ  ઈઝરાયેલની એક કંપની સાથે  પાણીના શુધ્ધિકરણ  માટેની સિસ્ટમ બનાવે છે.

તેનો અભ્યાસ ગાંધીનગરના કૃષિ ભવનના અધિકારઓએ શરૂ કરીને ગુજરાતમાં જ્યાં ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા છે ત્યાં તેને શુદ્ધ કરીને વાપરવા માટે તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાતમાં ભૂગર્ભજળ પ્રદૂષિત હોય અથવા ટીડીએસ ઊંચું હોય એવા 10 ટકા સિંચાઈ વિસ્તાર છે. ત્યાં આ નવી સસ્તી ટેકનોલોજી વાપરી શકાશે. વળી જ્યાં ગ્રીન હાઉસ છે ત્યાં પણ તેનો સારો એવો ઉપયોગ થઈ શકે છે. ગુજરાતના ઘણાં ખેડૂતો આરઓ પ્લાંટ બનાવીને સિંચાઈનું પાણી આપે છે. તેમના માટે આ શ્રેષ્ઠ સાધન પૂરવાર થશે.

વોટર પ્યુરીફીકેશન સીસ્ટમ નહી પણ તેમાં ફિલ્ટર તરીકે મેડીકલ સાયન્સમાં વપરાતું ડાયાલાઈઝર્સ હોય છે. જે પેથોજન્સ , પરોપજીવીઓ , બેકટેરીયા , સસ્પેન્ડેડ સોલીક્સ અને મોટાભાગની કાર્બનિક બાબતોના ફીલ્ટ્રેશન માટે શ્રેષ્ઠ ફિલટર છે. મેડીકલ વેસ્ટ ફિલ્ટર્સને રીપ્રોસેસીંગ અને વિશ્વ કક્ષાના ધારા - ધોરણોથી સ્ટરીલાઈઝ કરીને ફરી વપરાશ કરવામાં આવે છે.

કોઈ પણ પ્રકારના કેમીકલ વિના ઓછા ખર્ચે સ્વચ્છ , સલામત સિંચાઈ, પીવાનું પાણી પૂરું પાડવા માટે એક નવી ક્રાંતિકારી સીસ્ટમ છે. આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે એકદમ સરળ , પોર્ટેબલ , જાળવવા માટે સરળ, ત્રણ વર્ષનું આયુષ્ય ધરાવે છે.

સ્ટરીલાઇઝડ મેડીકલ ઉપકરણથી શુધ્ધ થતું પાણી ખેતીવાડીમાં , પીવામાં , ઉદ્યોગોમાં અને સ્વીમીંગ પુલોમાં વપરાય છે. ગ્રીનહાઉસ અને નર્સરીમાં ડેઈન થતાં અને સીંચાઈના ખરાબ પાણીના રીસાઈકલિંગ માટે NUF અસરકારક અને ટેકનીકલી સારો ઉપાય છે.

ગ્રીનહાઉસમાં વપરાતા ખાતરોના નિતારોને ફિલ્ટર કરી ખાલી પાણીમાં ફેરવી શકાય છે.  ન્યુટ્રીયન્ટ વોટર કહીએ છીએ , તે જરૂરી સોલ્ટ સહિતના ન્યુટ્રીયન્ટો 98 ટકા જેટલા આ ફિલ્ટરો વાપરવાથી ફેર વપરાશમાં લઈ શકાય છે.

ગ્રીનહાઉસોમાં ફર્ટીગેશનથી વપરાતા પાણીનો નિતાર ભેગો કરી ફરીથી વપરાશ કરી શકાય છે. તેથી ખાતરનો ફરીથી ઉપયોગ કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp