સામે આવ્યો દુનિયાનો પહેલો એવો કેસ, જેમાં જાતીય સંબંધ બાંધવાથી થયો ડેંગ્યૂ

PC: firstpost.in

સ્પેનમાં દુનિયાનો એવો પહેલો કેસ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને જાતીય સંબંધ બાંધવાને કારણે ડેંગ્યૂ થયો. સ્પેનની રાજધાની મેડ્રિજમાં 41 વર્ષના એક વ્યક્તિએ પોતાના સજાતીય પાર્ટનર જોડે શારીરિક સંબંધ બનાવેલો, ત્યાર પછી તે બીમાર પડી ગયો હતો.

આ વ્યક્તિને સપ્ટેમ્બર મહિનામાં ડેંગ્યૂ થયો હતો, પણ ડૉક્ટરોને શરૂઆતની સારવાર દરમ્યાન એ તપાસ લગાવવામાં મુશ્કેલી થઈ રહી હતી કે, ડેંગ્યૂ થવાનું કારણ શું છે. મેડ્રિડ સરકારી સ્વાસ્થ્ય વિભાગના અધિકારી અનુસાર, જે વ્યક્તિને ડેંગ્યૂ થયો હતો, તેનો પાર્ટનર ક્યૂબા ગયો હતો, ત્યાંથી ડેંગ્યૂનો વાયરસ તેના શરીરમાં પ્રવેશેલો.

બીમાર વ્યક્તિ એવા વિસ્તારમાં રહે છે, જ્યાં ડેંગ્યૂનો વાયરસ હોતો જ નથી. ડૉક્ટરોએ સારવાર દરમ્યાન દર્દીને પૂછેલું કે શું તે કશે બહાર ફરવા ગયો હતો, જ્યાંથી ડેંગ્યૂનો વાયરસ વધારે હોય. જેમ જેમ સારવાર આગળ વધી, ડૉક્ટરોએ સંભાવના દર્શાવી કે, સજાતીય સંબંધ બાંધવાનો કારણે તેના પાર્ટનરમાંથી તે વાયરસ તેને મળ્યો.

બીમાર વ્યક્તિના પાર્ટનરના લક્ષણો પણ એવા જ હતા, પણ અસર ઓછી હતી. અને તે પહેલા ક્યૂબા અને ડૉમિનિકન રિપબ્લિક પણ જઈ આવ્યો હતો. બંનેના વીર્યની તપાસ પછી એ વાતનો ખુલાસો થયો કે, બંને માત્ર ડેંગ્યૂ જ નથી પણ બંનેના શરીરમાં એ જ વાયરસ છે, જે ક્યૂબામાં જોવા મળે છે.

દુનિયામાં પહેલીવાર આ રીતનો કિસ્સો સામે આવ્યો, જ્યાં સંબંધ બાંધવાને કારણે ડેંગ્યૂ થયો. ડેંગ્યૂ એક વાયરલ બીમારી છે, જે સંક્રમિત એડીજ ઈજિપ્ટી મચ્છરના કરડવાને કારણે થાય છે. આ મચ્છરનો આકાર લગભગ 5mm હોય છે. કાળા રંગના આ મચ્છર પર સફેદ ધારી હોય છે. આ મચ્છર દિવસે કરડે છે. ખાસ કરીને સવારે અને સાંજે અંધારું થવા પહેલા.

આ બીમારી માટે કોઈ એન્ટીવાયરલ દવા નથી કે કોઈ રસીકરણ પણ નથી. આ બીમારીની જલદી ખબર પડવી અને ડૉક્ટરોની દેખરેખમાં સારવાર જરૂરી છે.

ડેંગ્યૂના લક્ષણોઃ

મચ્છરના કરડ્યા પછી તેના લક્ષણો 3-14 દિવસમાં સામે આવે છે. અચાનક તાવની સાથે માથાનો દુખાવો, આંખોમાં દુખોવો, માંસપેશીઓ અને સાંધામાં દુખાવો થવા લાગે છે. ડેંગ્યૂ હેમોરેજિક તાવ આ બીમારીનું ગંભીર રૂપ છે. આ દરમ્યાન પેટમાં દુખાવો, ઉલ્ટી, બ્લીડિંગ પણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp