1 લાખ રૂપિયામાં સારવાર નક્કી થયેલી, બિલ આવ્યું 3 કરોડ, કોર્ટે આપ્યો આ ચુકાદો

PC: https://toronto.citynews.ca/

હોસ્પિટલાં જયારે દાખલ કરવામાં આવે ત્યારે નક્કી કરેલા ચાર્જ કરતા અનેક ઘણા મોટા તોતીંગ બિલો ખાનગી હોસ્પિટલો ફટકારતી હોય છે, આવા કિસ્સા માત્ર ભારતમા જ બને છે એવું નથી, પણ અમેરિકામાં પણ બને છે. પણ માત્ર ફરક એટલો છે કે ત્યાંની પ્રજા કોર્ટમાં કેસ કરીને  ન્યાય મેળવે છે. અમેરિકાની એક હોસ્પિટલમાં વર્ષ 2014માં એક મહિલાની આપરેશન માટે 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. એ પછી હોસ્પિટલે 2.3 કરોડ રૂપિયાનું બિલ ફટકારી દીધું હતું.. મહિલા કોર્ટમાં ગઇ અને કોર્ટે મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

હોસ્પિટલ દ્વારા એક મહિલાને રૂ. 2 કરોડ 35 લાખ (US$ 3,03,709)થી વધુનું બિલ આપવામાં આવ્યું હતું. પરંતુ,તેની સર્જરી માટે 1 લાખ રૂપિયા (1300 યુએસ ડોલર)નો ચાર્જ નક્કી થયો હતો. પરંતુ, હવે સુપ્રીમ કોર્ટે આ મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. વાસ્તવમાં, હોસ્પિટલે તેના બિલમાં આવા ઘણા ચાર્જ ઉમેર્યા હતા, જેના વિશે મહિલાને અગાઉ જાણ કરવામાં આવી ન હતી.

અમેરિકામાં સામે આવેલા આ કેસમાં મહિલાને 2 કરોડથી વધુનું બિલ મોકલવામાં આવ્યું હતું. કોલોરાડોની સુપ્રીમ કોર્ટે મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. લિસા ફ્રેન્ચ નામનીમહિલાએ વર્ષ 2014માં સબર્બન ડેનવર હોસ્પિટલમાં સ્પાઇનલ ફ્યુઝનની બે સર્જરી કરાવી હતી.

CBC ન્યૂઝના અહેવાલ મુજબ, કોલોરાડો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ સોમવારે સર્વસંમતિથી લિસા ફ્રેન્ચની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે વેસ્ટમિન્સ્ટરમાં આવેલી સેન્ટ એન્થોની નોર્થ હેલ્થ કેમ્પસ લિસાને વધારાના ચાર્જ ચૂકવવા માટે દબાણ કરી શકે નહી.

લિસા ફ્રેન્ચે તેમની સારવારના બદલામાં રૂ. 1 લાખથી વધુ ચૂકવવા પડ્યા હતા. સાથે જ તેમનું બિલ રૂ. 2 કરોડ 35 લાખથી વધુ હતું. જ્યારે, વીમા કંપનીએ તેને માત્ર રૂ. 57 લાખ (US$ 74,000) ચૂકવ્યા હતા.

વાસ્તવમાં, અમેરિકામાં વર્ષ 2022ની શરૂઆત સાથે જ એક નવો કાયદો આવ્યો. જેનું નામ હતું નો સરપ્રાઈઝ એક્ટ જેમાં આઉટ ઓફ નેટવર્ક પ્રોવાઈડર્સ દ્વારા વસૂલવામાં આવતા અનેક પ્રકારના અણધાર્યા મેડિકલ ચાર્જીસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આનો સૌથી મોટો ફાયદો એ હતો કે સારવાર લેતા લોકો અને ગ્રાહકો વીમા પ્રદાતા અને ઈલાજ વચ્ચેના વિવાદમાં ફસાઇ નહીં. જ્યારે આ કાયદો બનાવવામાં આવ્યો ત્યારે ગવર્નર ટોમ વોલ્ફે તેને નિર્ણાયક ગણાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp