જેટલા કલાક આપણે સૂઈએ, એટલા કલાક તો આ 62 વર્ષના વ્યક્તિ Plank કરી ગયા

PC: instagram.com

પ્લેંક એક એવી કસરત છે, જેનું નામ સાંભળતા જ લોકો પાણી પાણી થઈ જાય છે. તેના સ્થાને લોકો સ્ટ્રેચિંગ કરવાનું વધુ પસંદ કરે છે. પ્લેંક કરવું એટલું અઘરું છે કે લોકો જો તેને 2 મિનિટથી વધારે સમય માટે કરી દે તો તેમની પ્રશંસા થવા લાગે છે. પણ એક વ્યક્તિએ તો હદ જ કરી નાખી.

62 વર્ષના એક વ્યક્તિએ 8 કલાક, 15 મિનિટ અને 15 સેકન્ડમાં પ્લેંક કર્યું અને ગિનિઝ બુક ઓફ વર્લ્ડમાં પોતાનું નામ નોંધી દીધું. જોર્જ હુડ નામના આ 62 વર્ષના વ્યક્તિએ સોથી લાંબા કલાકા પ્લેંક હોલ્ડ કરાવનો રૅકોર્ડ પોતાના નામે કરી દીધો છે. તેમણે 8 કલાક 15 મિનિટ 15 સેકન્ડ સુધી પ્લેંક હોલ્ડ કરી રાખ્યું. જાણકારી માટે જણાવી દઈએ કે, જોર્જ યૂએસ મરીનના રિટાયર ઓફિસર છે.

2016માં ચીનના એક વ્યક્તિએ આ પહેલા 8 કલાક 1 મિનિટ અને 1 સેકન્ડનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રૅકોર્ડ બનાવ્યો હતો. પણ ચીનના આ વ્યક્તિનો રૅકોર્ડ જોર્જે તોડી દીધો છે.

રોજ કરતા હતા 7 કલાક સુધી તૈયારીઃ

જોર્જે નવો રેકોર્ડ બનાવી દીધા બાદ જણાવ્યું કે, તે રોજ પ્લેંક માટે 7 કલાક સુધી તૈયારી કરતા હતા. એટલું જ નહીં રોજ 700 પુશઅપ્સ, 2000 સ્ટિઅપ્સ અને 500 લેગ સ્કોવોટ્સ અને 300 આર્મ ક્રલ્સ કરતા હતા.

જોર્જ કહે છે કે, જે પણ તેમણે કર્યું તે દરેક વ્યક્તિ કરી શકે છે. બસ પ્રેક્ટિસ કરવાની જરૂર હોય છે. જણાવી દઈએ કે, 8 કલાક 15 મિનિટ 15 સેકન્ડ સુધી પ્લેંક હોલ્ડ કર્યા બાદ જોર્જે 75 પુશ અપ્સ પણ કરી નાખી હતી. હવે તે પુશ અપ્સ ચેલેન્જમાં ભાગ લેવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp