અમદાવાદમાં કટારિયા ઓટો, હોટલ પ્રાઇડમાં મચ્છરો મળી આવતા દંડ

PC: jagranimages.com

અમદાવાદ અમપા આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં લેવા કરવામાં આવી રહેલી કામગીરી દરમિયાન શુક્રવારે શહેરમાં કુલ 292 યુનિટો ચેક કરાયા હતા.જે સામે 137 ને નોટિસ આપવામાં આવી હતી.કટારીયા ઓટો સર્વિસ દરીયાપુર સહીત ચાર એકમો સીલ કરાયા છે.હોટલ પ્રાઈડ બોડકદેવ અને આર-થ્રીને અનુક્રમે રૂપિયા 15 હજાર અને રૂપિયા 20 હજારનો દંડ ફટકારાયો છે.રૂપવાટીકા બાંધકામ સાઈટ,દક્ષિણઝોન,રૂપ એવન્યુ બાંધકામ સાઈટ દક્ષિણઝોન,પ્રથમ લેઈકવ્યુ સાઈટ,સાયન્સસિટી સહિત કુલ રૂપિયા 3.60 લાખ વહીવટી ચાર્જ વસુલાયો છે. જેમને દંડ કરાયો તેમાં હોટલ પ્રાઈડ રૂપિયા 15 હજાર, શિવાલિક હુન્ડાઈ રૂપિયા 10 હજાર ,નેશનલ હેન્ડલુમ રૂપિયા 5 હજાર,આર-થ્રી મોલ રૂપિયા 20 હજાર,ખેતીવાડી નિયામક ઓફિસ રૂપિયા 10 હજાર ,પ્રેસીડેન્ટ પ્લાઝા રૂપિયા 10 હજારનો સમાવેશ થાય છે.  

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp