માત્ર યુવાનો જ નહીં પરંતુ વૃદ્ધો પર પણ કારગર નીવડી રહી છે આ કોરોના વેક્સીન

PC: medicalnewstoday.com

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણની વચ્ચે દુનિયાભરના લોકો એક સુરક્ષિત અને અસરદાર વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. રશિયા અને ચીનમાં કેટલીક વેક્સીનને મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ તેમના ત્રીજા ફેઝનું ટ્રાયલ હજુ પૂરું થયું નથી. તેની સાથે ભારત, અમેરિકા, બ્રિટન સહિત અન્ય દેશોમાં કેટલીક વેક્સીનના ત્રીજા ફેઝનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી એસ્ટ્રોજેનેકા કંપની આ વેક્સીનને વિક્સીત કરી રહી છે. આ વેક્સીન અંગે આવેલા એક રિપોર્ટ પ્રમાણે, વૃદ્ધ લોકો પર પણ આ વેક્સીન શાનદાર અસર દેખાડી રહી છે. ટીકા લગાવ્યા પછી તેમના શરીરમાં મજબૂત એન્ટીબોડી તૈયાર થઈ છે, જે કોરોના વાયરસ સામે લડવા માટે સક્ષમ છે.

એક રિપોર્ટ પ્રમાણે, વેક્સીન ડેવલોપમેન્ટ સાથે જોડાયેલા બે લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોવિડ-19 મહામારીનો મુકાબલો કરવા માટે એસ્ટ્રેજેનેકા વેક્સીને માનવ શરીરમાં મજબૂત પ્રતિરક્ષા પ્રતિક્રિયા પેદા કરી છે. રિપોર્ટ પ્રમાણે, ટ્રાયલમાં સામેલ વૃદ્ધ લોકો પર વેક્સીનની સારી અસર જોવા મળી છે. આ પહેલા યુવાનો પર પણ વેક્સીનની અસર અસરદાર થઈ હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એસ્ટ્રેજેનેકા કંપની જે વેક્સીન બનાવી રહી છે, તેનાથી મોટી ઉંમરના લોકોમાં સુરક્ષાત્મક એન્ટીબોડી તૈયાર થયેલી જોવા મળી છે, તેની સાથે ટી-કોશિકાઓનું પણ ઉત્પાદન થયું છે.

કોઈ બીમારી સામે લડવા માટે શરીરમાં એન્ટી બોડી અને ટી-કોશિકાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મોટેભાગે વેક્સીન માત્ર એન્ટીબોડી બનાવે છે. પરંતુ આ વેક્સીને શરીરમાં ટી-કોશિકાઓને પણ ઉત્પન્ન કરવામાં મદદ કરી છે. જણાવી દઈએ કે શરૂઆતના ટ્રાયલ તબક્કામાં પણ વેક્સીને શાનદાર અસર દેખાડી હતી. જુલાઈમાં શરૂ કરવામાં આવેલા ટ્રાયલના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, વેક્સીને 18-55 વર્ષના લોકોના શરીરમાં મજબૂત ઈમ્યુનિટી સિસ્ટમ પેદા કરી છે. વૃદ્ધોના શરીરમાં પણ એન્ટીબોડી અને ટી-કોશિકાઓનું બનવું વેક્સીનના સફળ હોવાની સાબિતી છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની આ વેક્સીનના ટ્રાયલ દરમિયાન બ્રાઝિલમાં એક વોલેન્ટિયરનું મોત પણ નીપજ્યું હતું. જેના પછી ત્યાં તેનું ટ્રાયલ રોકી દેવામાં આવ્યું છે. પરંતુ પાછળથી તપાસમાં ખબર પડી હતી કે જે વોલેન્ટિયરની મોત નીપજી હતી તેને કોરોનાની રસી આપવામાં આવી ન હતી. અન્ય દેશોમા આ ઘટના પછી ટ્રાયલ રોકવા આવ્યું ન હતું. માનવામાં આવી રહ્યું છે કે થોડા સમયમાં લોકોને કોરોનાની વેક્સીન મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp