આ બીમારીને લીધે અઠવાડિયામાં 13 લોકોના મોત થતા લોકો ગામ છોડી રહ્યા છે

PC: tosshub.com

એક તરફ દેશ જ્યારે કોરોના જેવી મહામારી સામે ઝઝૂમી રહ્યો છે, તેવામાં યુપીના એક ગામમાં ડેન્ગ્યુએ આતંક મચાવેલો જોવા મળી રહ્યો છે. યુપીના જનપદ એટાના કસેટી ગામમાં મોતના માતમથી સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુની ભયાનકતાનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે છેલ્લા સાત દિવસોમાં આ ગામમાં 13 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે હજુ ઘણા લોકો ડેન્ગ્યુની બીમારીથી પીડિત છે. જેમના આગ્રા, અલીગઢ અને ઈટાવા જેવા મહાનગરોની હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

ગામમાં ડેન્ગ્યુનો એટલો ભય જોવા મળી રહ્યો છે કે થોડા સમય માટે લોકો પોતાનું ગામ છોડીને બીજે રહેવા જવા માટે મજબૂર થઈ ગયા છે. ડેન્ગ્યુને કારણે એક ડઝનથી વધુ પરિવારો ગામ છોડીને જતા રહ્યા છે. કસેટી ગામની ગલીઓમાં માતમનો સન્નાટો છવાયેલો જોવા મળે છે.  આ ગામના દરેક ઘરમાં એકાદ વ્યક્ત ડેન્ગ્યુની ચપેટમાં આવેલું જોવા મળશે. કોઈ પોતાના નજીકના સંબંધના મૃત્યુનું માતમ મનાવી રહ્યા છે તો કોઈ ડેન્ગ્યુની બીમારીથી સારા થવાની ભગવાનને પ્રાર્થના કરતું જોવા મળશે.

ગામના લોકોમાં આ વાતને લઈને સરકાર વિરુદ્ધ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કોઈ કેમ્પ લગાવવામાં આવ્યો નથી. માત્ર દવાના નામ પર કેટલીક ગોળીઓ વહેંચીને પોતાનું કર્તવ્ય બજાવી રહ્યાનો ઢોંગ કરી રહ્યા છે. લોકો જિલ્લા સરકાર પાસે મદદ માગી રહ્યા છે કે હવે તો અમારી જાન બચાવી લો. પરંતુ આ અંગે સ્વાસ્થ્ય વિભાગના મલેરિયા અધિકારીનું કહેવું છે કે, ડેન્ગ્યુની બીમારી પછી અમારી સ્વાસ્થ્ય ટીમ સતત આ ગામની મુલાકાત લઈ રહી છે અને અમે ગામના લોકોના ટેસ્ટ પણ કર્યા છે અને દવાઓ પણ પહેંચી છે. ડેન્ગ્યુથી ગભરાઈને ઘણા લોકો પ્રાઈવેટ હોસ્પિટલોમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે પરંતુ સ્વાસ્થ્ય વિભાગની ટીમ તેમનું કામ ઘણી સારી રીતે કરી રહી છે.

સ્વાસ્થ્ય વિભાગના આ સ્ટેટમેન્ટ પર ધ્યાન આપીએ તો મામલો કંઈ અલગ જ હોવાનું દેખાઈ રહ્યું છે. કોઈ ગરમાં વૃદ્ધનું મોત થયું દખાશે, તો કોઈ ઘરમાં જવાન પુત્રનું મોત થયું છે. ગામના એક-બે પરિવાર તો એવા છે જ્યાં ડેન્ગ્યુને લીધે ઘરના ત્રણ-ત્રણ સભ્યોના મોત થઈ ચૂક્યા છે.

આ અંગે ગામના એક યુવાન પ્રવેશ રાજપૂતે પોતાના પિતાની મોત અંગે વાત કરતા કહ્યું હતું કે, અમારા ગામમાં ડેન્ગ્યુ-મલેરિયા અને કમળા જેવી બીમારી ઘણી વધી ગઈ છે. કોઈ મદદ કરી રહ્યું નથી. ઘણા લોકો જાન ગુમાવી ચૂક્યા છે અને સેંકડોની સંખ્યામાં લોકો હોસ્પિટલમાં ઈલાજ કરાવી રહ્યા છે. જ્યારે ઘણા લોકો ગામ છોડીને જતા રહ્યા છે. 15 દિવસ પહેલા મેં પણ મારા પિતાને આ બાીમારીને કારણે ગુમાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp