PM મોદીનો એનીમેટેડ અવતાર, જૂઓ આ વખતે કયા આસનનો વીડિયો ટ્વિટ કર્યો

PC: youtube.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂને આવનારા વિશ્વ યોગ દિવસ માટેનો માહૌલ બનાવવા સતત તૈયારી શરૂ કરી છે. 17 જૂને તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં વડાપ્રધાનની એનીમેટેડ સિરિઝમાં શલભાસન કરતો વીડિયો પોસ્ટ કરાયો છે.

તેમણે તેના ફાયદા પણ બતાવ્યા છે કે આ આસન કરવાથી કાંડું, પીઠ મજબૂત થાય છે અને સ્પોન્ડિયોલાઇટિસમાં રાહત થાય છે. આ સિરિઝનો આ 10મો વીડિયો છે. તેમણે ગત વર્ષથી આની શરૂઆત કરી હતી. તેમના જ પ્રયત્નોથી 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે આખી દુનિયામાં યુનાઇડેટ નેશન્સના સહયોગથી મનાવવામાં આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp