હેવી વર્ક આઉટથી કરતા હોવ તો આ વાંચી લેજો

PC: pushpendragautam.in

કેટલાક લોકો વર્કઆઉટ ફ્રીક કે જિમ ફ્રિક હોય છે, જેઓ બને એટલો વધુ સમય વર્કઆઉટ કરવામાં પસાર કરતા હોય છે. એ વાત ઘણી સાચી છે કે વર્કઆઉટથી તમે અત્યંત સ્વસ્થ રહી શકો છો અને તમે ઘણીબધી બીમારીઓથી દૂર રહી શકો છો. પરંતુ ક્યારેક વધુ પડતું વર્કઆઉટ જ તમારા માટે કેટલીક મુશ્કેલી સર્જી શકે છે, જેમાં પુરુષોના સ્પર્મ કાઉન્ટ્સ ઘટવા સુધીની ગંભીર મુશ્કેલીઓનો સમાવેશ થાય છે.

એક્સપર્ટ્સ કહે છે સ્ત્રી હોય કે પુરૂષ હોય, પરંતુ તે જો જરૂરિયાત કરતા વધુ વર્કઆઉટ કરશે તો તેની ફર્ટિલિટી પર અસર થઈ શકે છે અને તેમાં ઘણો ઘટાડો થઈ શકે છે. તો સ્ત્રીઓને વધુ પડતી કસરતને કારણે પિરિયડ્સ પણ અનિયમિત થઈ શકે છે.

આ સ્થિતિને રજોવેધ કહેવાય છે, જેમાં સ્ત્રીઓ ડાયેટિંગના નામે શરીરને કેટલીક જરૂરી કેલરીઝથી દૂર રાખે છે અને એ ઓછું હોય એમ જરૂરિયાત કરતા વધારે સમય વર્કઆઉટ કરે છે, જેને કારણે તેમના પિરિયડ્સ પર ગંભીર અસરો થાય છે.

તો પુરૂષો પણ જરૂરિયાત કરતા વધુ સમય સુધી અને હેવી કસરત કરતા હોય ત્યારે તેમના સ્પર્મ કાઉન્ટસ પર અસર થાય છે. એક્સપર્ટ્સ કહે છે આવું કરવાથી તેમના સ્પર્મ કાઉન્ટ્સમાં ઘટાડો થાય છે. એક સરવેમાં પણ એ વાત સિદ્ધ થઈ છે વધુ સમય સુધી હેવી વર્કઆઉટ કરનારા પુરૂષોનું સ્પર્મ કાઉન્ટ જરૂરિયાત મુજબનું વર્કઆઉટ કરનારા પુરુષો કરતા ઓછું છે.

આવા સમયે જરૂરિયાત મુજબનું જ વર્કઆઉટ દરેકને માટે જરૂરી છે. નહીંતર તમે માતા-પિતા બનાવાની તક ખોઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp