કોરોના સામેની લડાઈમાં આ વસ્તુઓ આપશે શરીરને એનર્જી, કેન્દ્રએ આપ્યો ડાયેટ પ્લાન

PC: economictimes.indiatimes.com

કોરોના વાયરસની બીજી લહેર હજુ અટકી નથી કે એક્સપર્ટ્સે તેની ત્રીજી લહેરને લઈને ચેતવણી પણ આપી દીધી છે. આ ઘાતક સંક્રમણથી નિપટવા માટે વાયરસની ચેઈન તોડવી હવે જરૂરી બની ગઈ છે. સાથે જ દર્દીઓમાં ઝડપથી રિકવરી પણ રાહતનું કામ કરશે. આથી ભારત સરકારે માયગોવઈન્ડિયાના ટ્વિટર હેન્ડલ પર સેલ્ફ આઈસોલેશનમાં રિકવર થઈ રહેલા દર્દીઓ માટે એક ડાયેટ પ્લાન શેર કર્યો છે. જે તમારી ઈમ્યુનિટી બુસ્ટ કરી તમને જલદીથી સારા કરવામાં મદદ કરશે.

શેર કરવામાં આવેલા ડાયેટ પ્લાન પ્રમાણે કોવિડ-19 ના દર્દીઓએ પોતાની ઝડપી રિકવરી માટે તેમના દિવસની શરૂઆત પલાળેલી બદામ અને દ્રાક્ષ સાથે કરવી જોઈએ. બદામ પ્રોટીન અને આયર્નનો સારો સ્ત્રોત છે. આથી નિયમિત રીતે તેને પોતાના ડાયેટમાં સામેલ કરવી જોઈએ.

કોવિડ-19ના દર્દીઓ માટે બ્રેકફાસ્ટમાં રાગી ડોસા અથવા એક કપ દલિયા સારો વિકલ્પ રહેશે. તેનો ઉદ્દેશ દર્દીઓને ગ્લુટન ફ્રી ડાયટથી ફાઈબર યુક્ત ડાયેટ પર શિફ્ટ કરવાનો છે. આ ડાયેટ આપણી ડાયજેશન અને ઈમ્યુનિટી માટે ઘણું ફાયદાકારક છે.

લંચ દરમિયાન અથવા તેના પછી ઘઈ ખાવાનું કહેવામાં આવી રહ્યું છે. તમે રોટલી સાથે પણ ગોળ અને ઘીને ખાઈ શકો છો. આ બંને વસ્તુઓ આપણા શરીરને અંદરથી ગરમ રાખે છે. સાથે જ તેમાં ઈમ્યુનિટીને બુસ્ટ કરવાના ગુણકારી તત્વો પણ હોય છે.

ડિનરના સમયે તમે સાધારણ ખિચડી ખાશો તો તમારા માટે સારું છે. આમાં તે તમામ પોષક તત્વો હોય છે જેની જરૂર કોવિડ-19ની રિકવરી માટે જરૂરી છે. આ સિવાય તે તમને ડાયેરિયા જેવી મુશ્કેલીને ઓછી  કરવામાં મદદ કરે છે.

કોરોના સંક્રમિત થવા પર પોતાને હાઈડ્રેટ રાખવું ઘણું જરૂરી છે. સાદું પાણી અથવા તમે ઘરેમાં લીંબુ પાણી અને છાશ વગેરે પણ પી શકો છો. બોડી હાઈડ્રેટ રહેવાથી આપણી ઈમ્યુનિટી સારી રહેશે અને ઓર્ગન્સ પર પણ તેનો પ્રભાવ ઓછો થશે.

ડાયેટમાં તમે પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન કરી શકો છો જે માંશપેશીઓને ઝડપથી રિકવરી કરી શકે છે. તમારે ચિકન, ઈંડા, માછલી, પનીર, સોયાબીન અને બદામ ખાવા જોઈએ. આ બધી વસ્તુઓમાંથી હાઈ પ્રોટીન મળે છે.

રોજના પાંચ રંગના ફળ અથવા શાકભાજી ખાવા જોઈએ, જેથી શરીરમાં પર્યાપ્ત વિટામિન અને મિનરલની કમીને પૂરી કરવામાં આવી શકે. એક્સપર્ટ્સ કહે છે કે દરેક રંગના ફળ-શાકભાજીમાં અલગ અલગ રીતના વિટામિન અને મિનરલ્સ મળી આવે છે.

સેલ્ફ આઈસોલેશનમાં કેટલાંક લોકોને સ્ટ્રેશ-એન્ઝાયટીની સમસ્યા થઈ શકે છે, તેમાંથી છૂટકારો મેળવવા માટે ઘણી ઓછી માત્રામાં ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો, જેમાં 70 ટકા કોકો હોય. ડાર્ક ચોકલેટ તમારા સ્ટ્રેસને ઓછી કરવામાં મદદ કરે છે.  

તમારી ઈમ્યુનિટી બુસ્ટ કરવા માટે તમારે નિયમિત રીતથી હળદરવાળું દૂધ પીવું જોઈએ. હળદરમાં આવેલા એન્ટી ઓક્સિડન્ટ તત્વ શરીર માટે ઘણા ફાયદાકારક છે.

કોવિડ સંક્રમિત દર્દી માટે ખાવાનું બનાવતી વખતે તમે બદામ, મસ્ટર્ડ અથવા ઓલિવ ઓઈલનો ઉપયોગ  વધારે સારો ઓપ્શન કહી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp