મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો કરતી અમૂલને રાજ્ય સરકારે શું કહ્યું?

PC: youtube.com

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એમ કહે છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર રાજ્યમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ સચિવાલયના ઝાંપે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર ચાલી રહ્યો છે. સચિવાલયમાં મંત્રીઓ અને અધિકારીઓની ચેમ્બરમાં પાંચ રૂપિયાના દરની સિંગલ યુઝ પ્લાસ્ટિક એવી પાણીની બોટલ સરેઆમ વપરાય છે. એટલું જ નહીં વિશ્વખ્યાત અમૂલ બ્રાંડનું દૂધ પણ સિંગલ યુઝ પ્લાસ્કિટમાં પેક કરીને વેચવામાં આવે છે. આ ત્રણેય બાબતો પર સરકારનો કોઇ કન્ટ્રોલ નથી.

સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ અંગે રાજ્યના પર્યાવરણ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાંપ્લાસ્ટીકના કચરાને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારે એક ખાસ અભિયાન હાથ ધર્યું છે. પર્યાવરણની જાણવણી માટે હલકી કક્ષાનું પ્લાસ્ટીક ઉત્પાદન કરતી રાજ્યની કંપનીઓને નોટીસ આપીને બંધ કરવામાં આવી રહી છે. સરકારે પ્લાસ્ટીકના પાઉચમાં દૂધનું વિતરણ કરતી અમૂલ કંપનીને પણ ચેતવણી આપી છે અને કહ્યું છે કે દૂધના પાઉચને રિસાયકલ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે. જો કે અમૂલે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

રાજ્યમાં અમૂલ મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કચરો ઉત્પન કરે છે. ગુજરાત કોઓપેરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને કહેવામાં આવ્યું છે કે દૂધના ખાલી પાઉચ માટે નક્કર યોજના બનાવવી જોઇએ. ઉલ્લેખનીય છે કે મુંબઇ અને દેશના અન્ય રાજ્યોમાં દૂધ પ્લાસ્ટીકના પાઉચમાં નહીં પણ કાચની બોટલો મળે છે. આ દૂધ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. અમૂલ ચાહે તો બોટલમાં દૂધ આપી શકે છે.

અમૂલ પ્રતિદિન 70 લાખથી પણ વધારે દૂધના પાઉચ બહાર પાડે છે. દૂધ ઉપરાંત દહીંછાશ અને અન્ય ખાદ્ય સામગ્રીમાં પ્લાસ્ટીક મોટા પ્રમાણમાં વપરાય છે. એકલા અમૂલ બ્રાન્ડનું એટલી મોટી માત્રામાં પ્લાસ્ટીક બહાર આવે છે કે જેને રિસાયકલ કરવામાં આવે તો તેમાંથી પ્લાસ્ટીકની પાઇપો બની શકે છે. સરકારે અમૂલની સાથે અન્ય પ્લાસ્ટીક ઉદ્યોગને પણ ચેતવણી આપી છે.

 રાજ્યમાં મેકડોનાલ્ડબર્ગરકિંગ અને સબ-વે જેવી મલ્ટીનેશનલ કંપનીઓ કાગળના પેકીંગમાં ફુડ આપી શકતી હોય તો ગુજરાતની હોટલો કેમ કાગળના પેકીંગમાં ફુડ આપી શકે નહીં તે એક મોટો સવાલ છે. સરકારના કાયદાનું પાલન વિદેશની કંપનીઓ કરી રહી છે પરંતુ ભારતીય કંપનીઓ સરકારના કાયદાને ઘોળીને પી રહી છે. સરકારના આદેશની પ્રતિક્રિયામાં અમૂલે કહ્યું છે કે અમૂલ દૂધના પાઉચ સલામત છે પરંતુ તેને રિસાયકલ કરી શકાય છે. આ પ્લાસ્ટીકના પાઉચમાંથી સિંચાઇ માટેની પ્લાસ્ટીકની પાઇપ્સ અને પ્લાસ્ટીક શીટ બનાવી શકાય છે. અમે આ દિશામાં કાર્યવાહી કરવા તૈયાર છીએ.

સરકાર દ્વારા પ્લાસ્ટીકના રિસાયકલીંગ  અને પ્લાસ્ટીકની નિયમોનો ભંગ કરતી કંપનીઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે કંપનીઓ પ્લાસ્ટીકને વધુ માત્રામાં રિસાયકલ કરતી નથી તેની સામે પગલાં લેવામાં આવશે. રાજ્યની 100 પ્લાસ્ટીક કંપનીઓ પૈકી 56 કંપનીઓએ તેનની કાર્યયોજના સરકારને આપી નથી તેથી આ કંપનીઓને બંધ કરવાની કાર્યવાહી શરૂ કરવામાંઆવશે તેવો નિર્દેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના એક અધિકારીએ આપ્યો છે.

આ અધિકારીએ કહ્યું કે કેટલાક ખોટા ઉત્પાદકો છે કે જેમને સરકારના આકરાં પગલાંનો સામનો કરવો પડશે. તેમની પ્લાસ્ટીકની ફેક્ટરીઓને બંધ કરી દેવામાં આવશે. પ્રદૂષણ રોકવા માટે સરકારે એક તરફ કઠીન રિસાયકલિંગ પર ભાર મૂક્યો છે અને બીજી તરફ ગ્રાહકોને પ્લાસ્ટીકની થેલીઓમાં ચીજવસ્તુઓ નહીં ખરીદવાની ભલામણ કરી છે.

 
 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp