આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર શિપિંગની દિશામાં એક બહાદુરીપૂર્ણ પગલું: માંડવિયા

PC: twitter.com/mansukhmandviya

To boost shipbuilding in India, Ministry of Shipping amends ROFR licensing conditions

ભારત સરકારની 'મેક ઇન ઇન્ડિયા' નીતિના અનુસંધાનમાં, જહાજ મંત્રાલયે તમામ પ્રકારની જરૂરિયાતો માટે ટેન્ડર પ્રક્રિયાના માધ્યમથી વહાણ/જહાજ ROFR (પ્રથમ ઇનકાર અધિકાર) લાઇસન્સિંગ શરતોની સમીક્ષા કરી છે. ભારતમાં નિર્માણ પામેલા જહાજોની માંગને પ્રોત્સાહન આપવા માટે ROFR (પ્રથમ ઇનકારનો અધિકાર)ની માર્ગદર્શિકામાં સુધારા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા, ભારતમાં ફ્લેગ કરેલા અને ભારતીયોની માલિકી હેઠળના વહાણોને ચાર્ટર કરતી વખતે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ટેન્ડર પ્રક્રિયાના માધ્યમથી ચાર્ટર કરવામાં આવેલા કોઇપણ પ્રકારના વહાણ માટે, પ્રથમ ઇનકારનો અધિકાર (ROFR) નીચે દર્શાવ્યા અનુસાર લાગુ કરવામાં આવશે:

i ભારતમાં નિર્માણ પામેલ, ભારતમાં ફ્લેગ કરેલ અને ભારતીય માલિકીનું

ii વિદેશમાં નિર્માણ પામેલ, ભારતમાં ફ્લેગ કરેલ અને ભારતીય માલિકીનું

iii ભારતમાં નિર્માણ પામેલ, વિદેશમાં ફ્લેગ કરેલ અને વિદેશી માલિકીનું

અહીં પ્રદાન કરેલ છે કે:

જહાજ મહા નિદેશક દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રની તારીખ સુધીમાં ભારતમાં ફ્લેગ કરેલા તમામ જહાજ (એટલે કે, ભારતમાં નોંધણી થયેલા)ને ભારતમાં નિર્માણ પામેલા માનવામાં આવશે અને તે ઉપરોક્ત ઉલ્લેખ કરેલી શ્રેણી (i) હેઠળ આવશે અને

ભારતીય શિપયાર્ડમાં ભારતીય ફ્લેગ અંતર્ગત નોંધણી માટે જહાજનું નિર્માણ કરી રહેલા ભારતીય નાગરિક/ કંપની/ સોસાયટી દ્વારા નિર્માણાધીન ભારતીય જહાજ સામે હંગામી અવેજ રૂપે ચાર્ટરિંગ માટે વ્યાપારી જહાજ અધિનિયમ, 1958ની કલમ 406 હેઠળ મહા નિદેશક (જહાજ)ની મંજૂરીથી વિદેશી ફ્લેગ કરેલ જહાજ, કે જે નીચે આપવામાં આવેલી બે શરતો પૂર્ણ કરતા હોય જેને ઉપરોક્ત ઉલ્લેખ કરેલી શ્રેણી (i)માં માનવામાં આવશે.

કરારના રકમના 25% નાણાં ભારતીય શિપયાર્ડને ચુકવવાના રહેશે.

માન્યતા પ્રાપ્ત સંગઠન દ્વારા પ્રમાણિત કર્યા અનુસાર 50% હલ ફેબ્રિકેશન કરવાનું રહેશે.

આવા ચાર્ટર્ડ વહાણનો સમયગાળો જહાજ નિર્માણના કરારમાં ઉલ્લેખ કર્યા અનુસાર જહાજનું નિર્માણ થઇ જાય ત્યાં સુધી મર્યાદિત રહેશે.

અહીં નોંધનીય છે કે, જહાજ મંત્રાલયે જહાજ નિર્માણ આર્થિક સહાય નીતિ (2016-2026) અંતર્ગત જહાજ નિર્માણની પ્રવૃત્તિઓમાં માટે લાંબાગાળાની સબસિડી આપવાની જોગવાઇ કરી છે. મંત્રાલયે આજદિન સુધીમાં આ નીતિ અંતર્ગત રૂપિયા 61.05 કરોડની ફાળવણી કરી પણ દીધી છે. જહાજ નિર્માણને વધારાની બજાર સુધીની પહોંચ અને ભારતમાં જહાજનું નિર્માણ કરવા માટે વ્યાવસાયિક સહકાર આપીને જહાજ નિર્માણની પ્રવૃત્તિને વધુ પ્રોત્સાહન આપવા માટેનો આ સરકારનો પ્રયાસ છે.

સુધારેલી માર્ગદર્શિકાથી સ્થાનિક જહાજ નિર્માણ અને જહાજ ઉદ્યોગને વેગ મળશે. તે સ્થાનિક જહાજ ઉદ્યોગને સહકાર આપવા માટે સ્થાનિક જહાજ ઉદ્યોગને પ્રોત્સાહિત કરશે.

રાજ્ય જહાજ મંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, જહાજ મંત્રાલય ભારતમાં જહાજ નિર્માણની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની દૂરંદેશી અનુસાર કેન્દ્રિત અભિગમ સાથે કામ કરી રહ્યું છે. ROFR લાઇસન્સિંગ શરતોમાં સુધારા એ આત્મનિર્ભર શિપિંગની દિશામાં એક વિરાટ પગલું છે. તેનાથી આત્મનિર્ભરતા દ્વારા 'મેક ઇન ઇન્ડિયા' પહેલને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક જહાજ નિર્માણ ઉદ્યોગને વ્યૂહાત્મક વેગ મળશે જેથી લાંબાગાળે તે ભારતના અર્થતંત્રની વૃદ્ધિમાં યોગદાન આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp