અદાર પૂનાવાલાની SII બ્રિટનમાં કરશે 2500 કરોડનું રોકાણ, વેક્સીન પણ બનાવશે

PC: hindustantimes.com

વેક્સીન નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ટૂંક સમયમાં જ બ્રિટનમાં લગભગ 2,500 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને તેની જાણકારી આપી છે કે, ભવિષ્યમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ બ્રિટનમાં વેક્સીન પણ બનાવી શકે છે. તમને જણાવી દઇએ કે, આજે એટલે કે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની વર્ચુઅલ મીટિંગથી પહેલા આ જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન બોરિસ જોનસનના કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, 240 મિલિયન પાઉન્ડ (ભારતીય ચલણ મુજબ 2,460 કરોડ રૂપિયા)ના પ્રોજેક્ટમાં ક્લિનિકલ ટ્રાયલ, રિસર્ચ અને સંભવતઃ વેક્સીન નિર્માણ પણ સામેલ થઈ શકે છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે. એ સિવાય તે ઓછી કિંમતવાળી એસ્ટ્રાજેનેકા વેક્સીન બનાવનારી કંપનીમાં પણ સૌથી આગળ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બ્રિટનમાં કોરોના વાયરસના એક ડોઝવાળી નેઝલ વેક્સીનના પહેલા ચરણનું ટ્રાયલ પણ શરૂ કર્યું છે. ડાઉનિંગ સ્ટ્રીટના એક નિવેદન મુજબ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની આ યોજના ભારત સાથે એક અબજ ડૉલર વેપાર સમજૂતીનો ભાગ છે અને તેનાથી લગભગ 6 હજાર 500 નોકરીઓના અવસર મળશે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ દર મહિને કોરોના વેક્સીનના લગભગ 6થી 7 કરોડ ડોઝ બનાવે છે. હાલમાં કંપનીનું લક્ષ્ય જુલાઇ સુધી તેને વધારીને 10 કરોડ સુધી લઈ જવાનો છે. કંપનીએ એક અધિકારીક નિવેદનમાં કહ્યું છે કે, આશા છે કે સેલ્સ ઓફિસ વડે પોતાના નવા બિઝનેસને એક અબજ ડૉલર સુધી પહોંચાડી શકીશું, જેનું રોકાણ બ્રિટનમાં કરવામાં આવશે. બ્રિટનમાં સીરમ જે રોકાણ કરશે, તેના માધ્યમથી ત્યાં વેક્સીનના નિર્માણની સંભાવના, ક્લિનિકલ પરીક્ષણ, રિસર્ચ અને તેના વિકાસમાં મદદ મળશે.

બ્રિટન સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે, બ્રિટનના વડાપ્રધાને UK-ઈન્ડિયાની નવી ટ્રેડ ડીલ હેઠળ 1 અબજ પાઉન્ડની જાહેરાત કરી છે, જેમાં દેશમાં લગભગ 6500થી પણ વધારે નોકરીઓ ઉત્પન્ન થશે. તમને જણાવી દઈએ કે ભારતમાં બીજી લહેરના કારણે વડાપ્રધાન બોરિસ જોનસને પોતાનો ભારત પ્રવાસ રદ્દ કરવો પડ્યો હતો. તેઓ એપ્રિલમાં ભારત આવવાના હતા. હાલના સમયમાં અદાર પૂનાવાલા લંડનમાં છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને ભારતમાં મોટો વગ ધરાવતા લોકો ફોન કરીને ધમકી આપી રહ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp