નિર્મલા સિતારમનની જાહેરાત, માર્ચ મહિના સુધીમાં આ બે સરકારી કંપની વેચી દેવાશે

PC: facebook.com/pg/nirmala.sitharaman

નાણાં મંત્રી નિર્મલા સિતારમને કહ્યું હતું કે,  સરકાર ઇચ્છે છે કે માર્ચ સુધીમાં એર ઇન્ડિયા અને ઓઇલ રિફાઇનરી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના વેચાણની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં નિર્મલા સિતારમને કહ્યું હતું કે, આવતા વર્ષની શરૂઆતમાં જ આ બંને કામ પૂરા થઈ જવાની આશા છે.

નિર્મલા સિતારમનું કહેવું છે કે, સરકારને આ બે કંપનીઓને વેચવાથી આ નાણાકીય વર્ષમાં એક લાખ કરોડનો ફાયદો થશે. એર ઇન્ડિયાના વેચાણની પ્રક્રિયા શરૂ થવા પહેલા જ ઇન્વેસ્ટરોમાં ઉત્સાહ દેખાયો છે. ગયા વર્ષે ઇન્વેસ્ટરોએ એર ઇન્ડિયાને ખરીદવામાં વધુ ઉત્સાહ નહોતો દર્શાવ્યો, એટલા માટે તેને વેચી નહોતી શકાય.

ઉલ્લેખનીય છે કે, અત્યારના નાણાકીય વર્ષમાં ટેક્સ કલેક્શનમાં ઘટાડો જોતા સરકાર વિનિવેશ અને સ્ટ્રેટેજિક સેલ મારફતે રેવન્યૂ એકત્રિત કરવા માગે છે.

નાણાં મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આર્થિક સુસ્તીને પહોંચી વળવા માટે સમય પર જરૂરી પગલા ઉઠાવવામાં આવ્યા છે અને કેટલાય ક્ષેત્ર હવે મંદીમાંથી બહાર નીકળી ગયા છે. કેટલાય ઉદ્યોગોના માલિકોને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાની બેલેન્સ શીટમાં સુધારો કરે.

આ સિવાય તેમણે કહ્યું હતું કે, તેમને આશા હતી કે અમુક ક્ષેત્રોમાં સુધારો થવાથી GST કલેક્શન વધશે. આ સિવાય સુધારના પગલાઓથી પણ ટેક્સ કલેક્શન વધી શકે છે. સુપ્રીમ કોર્ટે એસ્સાર સ્ટીલ પર જે ફેંસલો સંભળાવ્યો છે, તેમાં ઘણો સુધારો જોવા મળ્યો છે અને આગામી ત્રિમાસિકમાં આનો પ્રભાવ બેંકોની બેલેન્સ શીટ પર જોવા મળશે.

નિર્મલા સિતારમને કહ્યું હતું કે, લોકોમાં બદલાવ આવ્યો છે, કારણ કે તહેવારો દરમિયાન બેંકોએ 1.8 લાખ કરોડની લોનની વહેચણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp