સોનાની જગ્યાએ હીરા ખરીદવાનો બેસ્ટ ટાઈમ, ડાયમંડનો ભાવ ઘટ્યો

PC: patrika.com

ચીન જેવા મોટા દેશોની અર્થવ્યવસ્થામાં આર્થિક મંદીને કારણે બજારમાં સોનાના ભાવોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ હીરો તેની ચમક ધીમે ધીમે ગુમાવી રહ્યો છે. રોપાપોર્ટ રિસર્ચ રિપોર્ટે આ જાણકારી આપી છે. હીરાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

ડાયમંડના ભાવમાં લગભગ 1 વર્ષથી સતત ઘટાડો થઈ રહ્યો છે. અને રૈપનેટ ડાયમંડ ઈન્ડેક્ષ પર આ મહિનામાં પણ એક કેરેટના દરે 0.4 ટકા ઘટાડો નોંધાયો છે. RAPI 0.30 કેરેટ હીરાનો ભાવ જાન્યુઆરીથી 1 સપ્ટેમ્બરની વચ્ચે 15 ટકા અને 1 સપ્ટેમ્બર 2018 થી 1 સપ્ટેમ્બર 2019 ની વચ્ચે 21.8 ટકા ઘટ્યો છે. RAPI 0.50 કેરેટ હીરાનો ભાવ ન્યુઆરી થી એક સપ્ટેમ્બરની વચ્ચે 7.6 ટકા અને 1 સપ્ટેમ્બર 2018 થી એક સપ્ટેમ્બર 2019ની વચ્ચે 10.3 ટકા ઘટ્યો છે. અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધથી ચીનમાં મંદી છે અને હીરાની માંગમાં ઘટાડો થયો છે.

મોટા ગ્રાહક દેશોમાં દેખાઈ નરમાઈઃ

મોટા ગ્રાહક દેશ ચીન સમેત અન્ય દેશોમાં ઘટી રહેલી માંગને કારણે હીરા કામ કરનારાઓએ ઓગસ્ટમાં જ ઉત્પાદન 2.5 ટકા ઘટાડી દીધું છે. મોટા હીરા બજાર હોંગકોંગમાં સહેલાણીઓ ઓછા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp