શું વેચાઇ ગઇ બિસલેરી? દેશની આ મોટી કંપની ડીલ નજીક, જાણો વેચવા પાછળનું કારણ!

PC: bisleri.com

ટાટા ગ્રુપ પોતાના બિઝનેસનો વિસ્તાર કરવામાં લાગ્યું છે. એ હેઠળ હવે વધુ એક ડીલની તૈયારી લગભગ પૂરી થઇ ચૂક્યું છે. ટાટા ગ્રુપ બોટલબંધ પાણી વેચનારી દિગ્ગજ કંપની બિસલેરીને ખરીદવા જઇ રહ્યું છે અને ડીલ અંદાજિત 6000 થી 7000 કરોડ રૂપિયામાં પૂરી થઇ શકે છે. એક અખબારમાં છપાયેલા રિપોર્ટ મુજબ, ટાટા ગ્રુપની ટાટા કન્ઝ્યૂમર પ્રોડકટ લિમિટેડ (TCPL) અંદાજિત 6000-7000 કરોડ રૂપિયામાં ભારતની સૌથી મોટી પેકેજ્ડ વોટર કંપની બિસલેરીનું અધિગ્રહણ કરશે.

બિસલેરીનું નેતૃત્વ કરનારા રમેશ ચૌહાણ આ કંપનીની ડીલથી પહેલા પોતાના જાણીતા ઠંડા પેય બ્રાન્ડ થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ અને લિમ્કાની પણ ડીલ કરી ચૂક્યા છે. તેમણે 3 દશક અગાઉ કોકા કોલા સાથે આ કંપનીઓની ડીલ પૂરી કરી હતી. થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ અને લિમ્કા, કોકા કોલા વેચ્યા બાદ હવે રમેશ ચૌહાણ પોતાની બોટલ બંધ પાણી બ્રાન્ડ બિસલેરીને ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ લિમિટેડને વેચવા જઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, ડીલના હિસ્સાના રૂપમાં બિસલેરીનું હાલનુ મેનેજમેન્ટ બે વર્ષ સુધી યથાવત રહેશે.

આ મોટી ડીલ કરવાનું એક મોટું કારણ પણ સામે આવ્યું છે. આ ડીલ સંબંધિત એક અખબારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉદ્યોગપતિ રમેશ ચૌહાણ હવે 82 વર્ષના થઇ ચૂક્યા છે અને હાલના દિવસોમાં તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું નથી. એ સિવાય તેમનું કહેવું છે કે, બિસલેરીના વિસ્તારને આગામી સ્તર પર લઇ જવા માટે તેમની પાસે કોઇ ઉત્તરાધિકારી નથી. રિપોર્ટ્સ મુજબ, તેમની દીકરી બિઝનેસ માટે વધારે ઉત્સુક નથી. આ મોટા કારણોના કારણે બિસલેરીની ડીલ ટાટા ગ્રુપ સાથે કરવાંઆ આવી રહી છે.

રમેશ ચૌહાણે એક ટી.વી. ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન પણ આ વાતની પુષ્ટિ કરી કે તેઓ બિસલેરીમાં હિસ્સો વેચવા માટે ટાટા ગ્રુપ સાથે વાતચીત કરી રહ્યા છે. જો કે, તેને ખરીદવાની રેસમાં બીજી કંપનીઓ પણ સામેલ છે. જો ટાટા ગ્રુપ બિસલેરી ઇન્ટરનેશનલમાં મોટી ભાગીદારી ખરીદી લે છે તો આ ડીલ પૂરી થયા બાદ ટાટા ગ્રુપ બોટલબંધ પીવાનું પાણી વેચનારી સૌથી મોટી બ્રાન્ડનું નેતૃત્વ કરશે. ગત દિવસોમાં સમાચાર આવ્યા હતા કે ટાટા ગ્રુપે બિસલેરી ઇન્ટરનેશનલમાં ભાગીદારી ખરીદવા માટે પ્રસ્તાવ આપ્યો હતો. ટાટા ગ્રુપ પેકેજ્ડ ડ્રિંકિંગ વૉટરના બિઝનેસને લઇને ખૂબ ઉત્સાહિત દેખાઇ રહ્યું છે.

ટાટા આ પગલું એન્ટ્રી લેવલ, મિડ સેગમેન્ટ અને પ્રીમિયમ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કેટેગરીમાં પગ જમાવવા માટે ઉઠાવી રહી છે. ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ લિમિટેડ સ્ટારબોકસ કેફેનું સંચાલન કરે છે. એ સિવાય કંપની પાસે ટેટલી ચાય, Eight O'Clock Coffe, સોલફૂલ સીરિયલ્સ, મીઠા, દાળો સાથે જોડાયેલી બ્રાન્ડ છે. તો બોટલબંધ પાણીના વ્યવસાયમાં પણ ન્યૂરિશકો બ્રાન્ડ હેઠળ ટાટા ગ્રુપની દાખલ છે. હવે ટાટા બિસલેરીનું અધિગ્રહણ કરીને બોટલબંધ પાણીના પોતાના બિઝનેસને નવો વિસ્તાર આપવા માટે આગળ વધી રહી છે. આ ડીલ ટાટા ગ્રુપને રિટેલ સ્ટોર્સ, કેમિસ્ટ, ચેનલ્સ, ઇન્ટિટ્યુશનલ ચેનલ્સ, હૉટલ સહિત રેડીગો તું માર્કેટ નેટવર્ક આપશે.

દેશમાં પેકેજ્ડ વોટર માર્કેટ લગભગ 20 હજાર કરોડ રૂપિયાથી વધારે છે. તેમાં 60 ટકા હિસ્સો અસંગઠીત છે. બિસલેરીના ઇતિહાસને જોઇએ તો 1965માં મુંબઇના થાણેમાં બિસલેરી વોટર પ્લાન્ટ સ્થાપિત કર્યો. આજે બિસલેરીની સંગઠિત બજારમાં ભાગીદારી લગભગ 32 ટકા છે. વેબસાઇટ પર આપવામાં આવેલી જણાકરી મુજબ, બિસલેરીના 122થી વધુ ઓપરેશનલ પ્લાન્ટ છે. આખા ભારતમાં 5000 ટ્રકો સાથે 4,500થી વધુ ડિસ્ટ્રિબ્યુટર નેટવર્ક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp