ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો, એપ્રિલમાં ઘટીને 24.7 લાખ ટન થયું

PC: finra.org

દેશમાં એપ્રિલ મહિનામાં કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા મહિને કાચા તેલનું ઉત્પાદન 1 ટકા ઘટીને 24.7 લાખ ટન રહી ગયુ હતું. તેનું કારણ ખાનગી કંપનીઓના તેલ ક્ષેત્રોમાં ઉત્પાદનમાં ઘટાડો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે આંકડા જાહેર કરી આ મુદ્દે જાણકારી આપી છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં એપ્રિલ મહિનામાં 24.7 લાખ ટન કાચા તેલનું ઉત્પાદન થયુ હતું. એક વર્ષ પહેલા આ મહિને તેલનું ઉત્પાદન 25 લાખ ટન હતું. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશને એપ્રિલમાં 16.5 લાખ ટન કાચા તેલનું ઉત્પાદન કર્યું હતું. આ કંપનીના નિર્ધારિત લક્ષ્ય કરતા લગભગ 5 ટકા વધારે છે. તેની સાથે જ તે ગયા વર્ષે આ જ માસમાં 16.3 લાખ ટનનું ઉત્પાદન કરતા 0.86 ટકા વધારે છે.

ઓઇલ ઇન્ડિયા લિમિટેડે 3.6 ટકા વધારે કાચા તેલનું ઉત્પાદન કર્યું હતું. આ દરમિયાન કંપનીએ 2,51,460 ટન કાચા તેલનું ઉત્પાદન કર્યું હતું. બીજી તરફ પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓના તેલ ક્ષેત્રો દ્વારા ઉત્પાદન આ દરમિયાન 7.5 ટકા ઘટીને 5,67,570 ટન હતું.

સરકાર તેલની આયાત પર નિર્ભરતા ઓછી કરવા માટે તેલ તથા ગેસના ઘરેલુ ઉત્પાદનને વધારવા પર ધ્યાન આપી રહી છે. ભારત પોતાની કુલ કાચા તેલની 85 ટકા અને નેચરલ ગેસની 50 ટકા જરૂરીયાત આયાત દ્વારા પૂરી કરે છે. ભારતની કાચા તેલની અન્ય દેશો પર નિર્ભરતા ઓછી થવાથી દેશની ઇકોનોમી બૂસ્ટ થવામાં મદદ મળશે. ભારત પોતાની કાચા તેલની જરૂરિયાતનો મોટો હિસ્સો મધ્ય-પૂર્વના દેશો પાસેથી કરે છે.

આંકડા અનુસાર, નેચરલ ગેસનું ઉત્પાદન એપ્રિલ મહિનામાં 6.6 ટકા વધીને 2.82 અબજ ઘનમીટર રહ્યું. તેનું મુખ્ય કારણ પૂર્વના તટીય ક્ષેત્રોમાં ઉત્પાદનનો વધારો છે. એ ક્ષેત્રમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારત પેટ્રોલિયમનો કેજી-ડી6 બ્લોક સ્થિત છે. જ્યારે, ઓએનજીસીનું નેચરલ ગેસનું ઉત્પાદન એક ટકા ઘટીને 1.72 અબજ ઘનમીટર રહ્યું, જ્યારે પૂર્વના તટીય ક્ષેત્રમાં ઉત્પાદન 43 ટકા વધીને 60 કરોડ ઘનમીટર રહ્યું.

માગ વધવાની સાથે સાથે રિફાઇનરી કંપનીઓનું તેલ પ્રસંસ્કરણ એપ્રિલ મહિનામાં 8.5 ટકા વધીને 2.16 કરોડ ટન રહ્યું. સાર્વજનિક ક્ષેત્રની તેલ રિફાઇનરી કંપનીઓએ 12.8 ટકા વધારે કાચા તેલને બળતણમાં પરિવર્તિત કર્યું. જ્યારે ખાનગી કંપનીઓ અને સંયુક્ત ક્ષેત્રની કંપનીઓનું પ્રસંસ્કરણ 1.8 ટકા વધારે રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp