આર્થિક મંદીને પહોંચી વળવા નાણામંત્રીએ કરી અનેક જાહેરાતો

PC: ANI

દેશમાં આર્થિક મંદીની ચર્ચા વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમને ફરીએકવાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે આ મંદીને પહોંચી વળવા માટે અનેક જાહેરાતો કરી હતી. નિર્મલા સીતારમને કહ્યું હતું કે, મોંઘવારી દર 4%ની નીચે છે. મોંઘવારી કન્ટ્રોલમાં છે. આજે અમે કર સંબંધી સુધારા ઉપાય, એક્સપોર્ટ અને ઘર ખરીદી કરનારા પર વિચાર કરીશું.

તેમણે કહ્યું હતું કે, અમે રિઅલ એસ્ટેટ માટે પગલા ઉઠાવીશું. અમારું લક્ષ્ય અર્થવ્યવસ્થાને સારી બનાવવાનું છે. બેન્કિંગ ક્ષેત્રમાં અસર જોવા મળી રહી છે. 19 તારીખે બેંક અધિકારીની બેઠક છે,  જેમાં અમે એક્સપોર્ટના દરમાં વધારો થાય તે માટે પગલા ઉઠાવીશું.

તેમણે કહ્યું કે, 12 સપ્ટેમ્બરથી ઈ-અસેસમેન્ટ લાગૂ કરી દેવામાં આવ્યું છે. DIN એટલે કે ડોક્યુમેન્ટ આઈડેન્ટીફિકેશન નંબર 14 ઓગસ્ટથી લાગૂ થઈ ગયો છે, મતલબ કે કોઈ અધિકારી હવે તમને પેપર્સ માટે હેરાન કરી શકશે નહી. ઔદ્યોગિક ઉત્પાદનમાં આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં સુધારો દેખાય રહ્યો છે.

ઈ-અસેસમેન્ટ સ્કિમને 12 સપ્ટેમ્બરે જાહેર કરી દેવામાં આવી છે. ઓછા કરદાતાઓને નાની-મોટી પ્રોસીજરલ ખામીઓ માટે પ્રોસીક્યૂટ કરવામાં આવશે નહી. 9 સપ્ટેમ્બરે આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

સીતારામને કહ્યું, ટાઈમ ટૂ એક્સપોર્ટ એટલે કે નિકાશની પ્રક્રિયા દરમ્યાન જે સમય લાગે છે તેને પણ ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એક્શન પ્લાનની મદદથી એરપોર્ટ અને પોર્ટમાં લાગનારા સમયને પણ ઓછો કરવામાં આવશે. જેની ચકાસણી મંત્રી સમૂહ કરશે.

દેશમાં મંદીની સ્થિતિને લઇને નાણામંત્રી નિર્મલા સીતારમનની વિવિધ જાહેરાતો

દેશમાં મંદીની સ્થિતિને લઇને નાણામંત્રી નિર્મલા સીતારમનની વિવિધ જાહેરાતો

Posted by Khabarchhe on Saturday, 14 September 2019

મુખ્ય જાહેરાતો...

તેમણે જણાવ્યું હતું કે, 45 લાખ રૂપિયા સુધીના મકાનની ખરીદી પર ટેક્સ છૂટમાં ફાયદો રિઅલ એસ્ટેટ સેક્ટરને મળ્યો છે.

અફોર્ડેબલ, મિડલ ઇનકમ હાઉસિંગ માટે સરકારે 10000 કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી હતી. આના માટે સ્પેશિયલ વિન્ડો બનાવવામાં આવશે.

નિર્મલા સીતારમનના મતે ફોરેક્સ લોન નિયમને સરળ બનાવવામાં આવ્યા છે.

નાના ડિફોલ્ટરો સામે હવે ગુનાહિત કેસો ચાલશે નહીં. 25 લાખ રૂપિયા રૂપિયા સુધીના ટેક્સ ડિફોલ્ટરો પર કાર્યવાહી કરવા માટે સીનિયર અધિકારીઓની મંજૂરી જરૂરી હશે.

ઇન્કમ ટેક્સમાં ઇ-એસેસમેન્ટ સ્કીમ લાગુ કરવામાં આવશે. ઇ-એસેસમેન્ટ સ્કીમ દશેરાથી શરૂ કરવામાં આવશે. એસેસમેન્ટમાં કોઇ વ્યક્તિ હસ્તક્ષેપ નહીં કરી શકે. આ સંપૂર્ણપણે ઓટોમેટિક હશે.

એક્સપોર્ટ માટે નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2020થી મર્ચન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયન સ્કીમ એટલે કે MEISની જગ્યાએ નવી સ્કીમ RoDTEPને લોન્ચ કરવામાં આવી છે. નવી સ્કીમથી સરકાર પર 50000 કરોડનો બોઝો પડશે. એક્સપોર્ટમાં ઇ-રિફન્ડ જલદી લાગુ થશે.

એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માર્ચ મહિનામાં 4 મેગા ફેસ્ટિવલનું આયોજન થશે.

દેશના તમામ પોર્ટ પર મેન્યુઅલ ક્લિયરન્સ ડિસેમ્બર 2019થી શરૂ થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp