છેલ્લા 3 વર્ષમાં દેશમાં સ્થપાયેલા 2574 મોટા ઉદ્યોગોમાંથી જાણો ગુજરાતમાં કેટલા

PC: khabarchhe.com

ગુજરાતે ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ 2019-20ના પ્રથમ 6 માસ એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રૂ. 24 હજાર 12 કરોડનું ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDI મેળવ્યું છે. આ વિદેશી મૂડીરોકાણ રાજ્યમાં 2018-19ના સમગ્ર વર્ષ દરમિયાન આવેલા રૂ. 12618 કરોડના મૂડીરોકાણ કરતાં બે ગણું FDI છે. ભારત સરકારના ડીપાટર્મેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા દેશના રાજ્યોએ મેળવેલા ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ અંગેના આંકડાઓમાં આ વિગત પ્રસિદ્ધ થઇ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પારદર્શી અને સ્વચ્છ પ્રશાસન સાથે રાજ્યમાં ઉદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યો છે તેની ફલશ્રુતિએ આ FDIમાં વધારો થયો છે. ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા ઇચ્છુક ઉદ્યોગકારોને સરળતાએ જમીન તેમજ જરૂરી પરવાનગીઓ વિના વિલંબે મળી રહે તેવી સુદ્રઢ વ્યવસ્થા વિજય રૂપાણીના નેતૃત્વમાં ઓનલાઇન વિકસાવવામાં આવી છે. એટલું જ નહિ, ઉદ્યોગકારો અને સર્વિસ સેકટરમાં ઇઝ ઓફ ડૂઇંગ વધારવાના હેતુસર નિયત ધોરણો કરતાં પણ વધુ ઉદારત્તમ ધોરણો અપનાવી ઉદ્યોગકારોને વ્યાપક સુવિધા આપવામાં આવે છે.

ગુજરાતે મેન્યૂફેકચરીંગ હબ, ઓટોમોબાઇલ હબની જે ખ્યાતિ મેળવેલી છે તેમાં આ FDIને પરિણામે હવે નવાં સેકટર્સનો પણ ઉમેરો થતાં ગુજરાત મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં હોલિસ્ટીક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં દેશનું અગ્રીમ રાજ્ય બનશે. રાજ્ય સરકારે ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની જે પીપલ ફ્રેન્ડલી-ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પારદર્શી નીતિઓ અમલી બનાવી છે તેના પરિણામે મોટા ઉદ્યોગો પણ રાજ્યમાં ઉદ્યોગ સ્થાપના માટે પ્રેરિત થયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સ્થપાયેલા 2574 મોટા ઉદ્યોગોમાંથી 735 મોટા એકમો એકલા ગુજરાતમાં સ્થપાયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘મેઇક ઇન ઇન્ડિયા’ની સંકલ્પના તથા રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે અને એપ્રિલ-2000 થી સપ્ટેમ્બર-2019ના સમગ્ર સમયગાળા દરમિયાન ગુજરાતે દેશના રાજ્યોમાં સૌથી વધુ એટલે કે રૂ. 1 લાખ 41 હજાર 161 કરોડના રોકાણો મેળવીને ગુજરાતની ગૌરવ ગાથામાં એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp