IMFની સરકારને સલાહ, મંદી દૂર કરવા તાત્કાલિક એક્શનની જરૂર, ઘટશે ભારતનું રેટિંગ

PC: indiatvnews.com

દેશમાં આર્થિક મંદીને દૂર કરવા માટે ભારત સરકારે વહેલીતકે કેટલાક મહત્ત્વના પગલાં લેવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે દેશમાં GDP ગ્રોથને વધારવા માટે ભારત સરકારને આ અંગે સલાહ આપી છે. ભારતની ઈકોનોમીને દુનિયાના ગ્રોથ એન્જિનોમાંથી એક ગણાવતા આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કહ્યું કે, હાલની સ્થિતિમાંથી બહાર આવવા માટે સરકારે વહેલીતકે કોઈક પગલાં લેવાની જરૂર છે.

IMFએ પોતાની વાર્ષિક સમીક્ષામાં કહ્યું કે, ઉપભોક્તા માંગમાં ઘટાડો, ટેક્સ રેવન્યૂમાં ઘટાડો અને અન્ય ઘણા કારઓને લઈ ભારતની ઝડપથી વધતી આથિક અર્થવ્યવસ્થામાં બ્રેક લાગી ગઈ છે. IMFના એશિયા એન્ડ પેસિફિક ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા રાનિલ સાલગાદોએ કહ્યું હતું કે, લાખો લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા બાદ ભારતની અર્થવ્યવસ્થા મંદીના દોરમાં છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલની મંદીને દૂર કરવા માટે તેમજ ફરી એકવાર ભારતે ઊંચો ગ્રોથ રેટ મેળવવા માટે વહેલીતકે એક્શન લેવાની જરૂર છે. તેને માટે નીતિગત એક્શન લેવાની જરૂર છે. જોકે, IMFએ કહ્યું કે, સરકારે ખર્ચા વધારવાના અવસરોને સીમિત કરી દીધા છે.

ગત અઠવાડિયાના IMFની ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થામાં મંદીને કારણે વૈશ્વિક સંસ્થાએ તેને ડાઉનગ્રેડ કરવું પડશે. તેમણે કહ્યું હતું કે, આવતા મહિને IMF તરફથી વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp