જિયોએ ફોન કોલના દરમાં 39% સુધીનો વધારો કર્યો, જાણો વોડાફોન-એરટેલનો વધારો

PC: google.co.in

રિલાયન્સ જિયોએ બુધવારે 6 ડિસેમ્બરથી મોબાઇલ કોલ અને ઇન્ટરનેટ સર્વિસ માટે વિવિધ નવા પ્લાનની જાહેરાત કરી હતી. આ નવા પ્લાન ગ્રાહકો માટે 39% વધુ મોંઘા છે. જોકે સંપૂર્ણ ગણતરી કરીએ, તો આ તમામ વિવિધ પ્લાન એની હરિફ કંપનીઓ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ 3 ડિસેમ્બરે જાહેર કરેલા નવા કોલ અને ડેટા રેટથી 25% સસ્તાં છે.

જિયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘1 ડિસેમ્બર, 2019નાં રોજ જિયોએ એના નવા ‘ઓલ-ઇન-વન પ્લાન્સ’ની જાહેરાત કરી હતી. આ તમામ પ્લાન જિયોનાં ગ્રાહકોને 300% વધારે લાભ પ્રદાન કરશે. વળી પ્લાન 6 ડિસેમ્બર, 2019થી લાઇવ થશે.’ કંપનીએ 1 ડિસેમ્બરનાં રોજ જાહેરાત કરી હતી કે, કંપની તમામ મોબાઇલ પ્લાનનાં દરમાં 40% સુધીનો વધારો કરશે.

નવા ટેરિફ પ્લાન મુજબ, જિયોનાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી અને દરરોજ 1.5 જીબી ડેટા માટે રૂ. 555ને ચુકવણી કરવી પડશે, જે આ જ લાભ આપતા અગાઉનાં રૂ. 399નાં પ્લાન કરતાં 39% વધારે કિંમત છે. કંપનીએ રૂ. 153નાં પ્લાનનો દર વધારીને રૂ. 199, રૂ. 198નાં પ્લાનનો દર વધારીને રૂ. 249, રૂ. 299નાં પ્લાનનો દર વધારીને રૂ. 349, રૂ. 448ના પ્લાનનો દર વધારીને રૂ. 599, રૂ. 1,699ના પ્લાનનો દર વધારીને રૂ. 2199 અને રૂ. 98નાં પ્લાનનો દર વધારીને રૂ. 129 કર્યો છે.

28 દિવસની વેલિડિટી ધરાવતો રૂ. 199નો પ્લાન દરરોજ 1.5 જીબી ડેટા ઓફર કરે છે, જે હરિફ કંપનીઓનાં પ્લાનથી 25% સસ્તો છે. હરિફ કંપનીઓ આ જ લાભ આશરે રૂ. 249ની કિંમતમાં પૂરાં પાડે છે. ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ 3 ડિસેમ્બરથી મોબાઇલ સર્વિસ રેટમાં 50% સુધીનો વધારો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp