મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન શું છે સરકારનો પ્લાન મનસુખ માંડવિયાએ જણાવ્યું

PC: dnaindia.com

ઉદ્યોગો અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) દ્વારા તાજેતરમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે તેમજ આવકમાં વૃદ્ધિ અને રોજગારી નિર્માણને ધ્યાનમાં રાખીને ભારતમાં વસ્તુઓ, સેવાઓ અને કામકાજોના વિનિર્માણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 25.05.209ના રોજના જાહેર ખરીદી (મેક ઇન ઇન્ડિયાને પ્રાધાન્યતા) આદેશ, 2017માં સુધારો કરવામાં આવ્યો છે.

રસાયણો અને પેટ્રોકેમિકલ્સની ઓળખ કરતી વખતે, ઓછામાં ઓછી સ્થાનિક સામગ્રી અને ગણતરીની રીત સૂચવીને, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગે સ્થાનિક ઉત્પાદનની ઉપલબ્ધ ક્ષમતા અને સ્થાનિક સ્પર્ધાની સીમાનું આકલન કર્યું હતું. 55 વિવિધ પ્રકારના રસાયણો, પેટ્રોકેમિકલ્સ, જંતુનાશકો અને ડાયસ્ટફ ઓળખી કાઢવામાં આવ્યા છે. આ રસાયણો અને પેટ્રોકેમિકલ્સની ઓછામાં ઓછી સ્થાનિક સામગ્રી વિભાગ દ્વારા સૂચવવામાં આવી છે. શરૂઆતમાં વર્ષ 2020-2021 માટે 60% અને તે પછી 2021-2023 માટે 70% અને 2023-2025 માટે 80% ખરીદી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

વિભાગ દ્વારા ઓળખી કાઢવામાં આવેલા 55 રસાયણો અને પેટ્રોકેમિકલમાંથી, સ્થાનિક પૂરવઠાકારો 27 ઉત્પાદનો અને બાકી રહેલા 28 રસાયણો અને પેટ્રોકેમિકલ્સના સંદર્ભમાં રૂપિયા 5 લાખથી વધુ અને રૂ. 50 લાખથી ઓછીની અંદાજિત ખરીદી માટે બોલી લગાવવા પાત્ર રહેશે, ખરીદી કરનારી સંસ્થાઓ બીડની રકમને ધ્યાનમાં લીધા વગર માત્ર સ્થાનિક પૂરવઠાકારો પાસેથી જ ખરીદી કરશે કારણ કે સ્થાનિક ક્ષમતા અને સ્થાનિક સ્પર્ધા પૂરતા પ્રમાણમાં છે.

આ પગલાથી પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલા #આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ મજબૂતી મળશે અને તેનાથી મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે. આ મહત્ત્વપૂર્ણ નિર્ણયની પ્રશંસા કરતા કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) તેમજ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, રસાયણો અને પેટ્રોકેમિકલ્સની જાહેર ખરીદી ફરજિયાત કરવાથી વસ્તુઓ, સેવાઓ અને કામકાજોના વિનિર્માણ અને ઉત્પાદનને વેગ મળશે અને તેનાથી મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp