ફેબ્રુઆરીમાં અલ્ટો અને એસ-પ્રેસોનું વેચાણ ઘટ્યું, મારુતિની આ કાર ખૂબ વેચાઈ

PC: autoportal.com

ઓટો સેક્ટર માટે ફેબ્રુઆરી મહિનો વેચાણના હિસાબે સારો રહ્યો. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzukiએ વેચાણનો શાનદાર આંકડો રજૂ કર્યો છે. જાન્યુઆરીના હિસાબે ફેબ્રુઆરીમાં વેચાણના આંકડાઓમાં સુધાર આવ્યો છે. કંપની તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ફેબ્રુઆરીમાં કંપનીનું વેચાણ 11.8 ટકા વધ્યું છે. કંપનીએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2020ની તુલનામાં કુલ વેચાણમાં 11.8 ટકાનો વધારો નોંધાયો છે. મારુતિએ ફેબ્રુઆરીમાં કુલ 1 લાખ 64 હજાર 469 ગાડીઓ વેચી છે.

કંપનીએ જણાવ્યું હતું કે તેનું ઘરેલુ વેચાણ 11.8 ટકા વધીને 1 લાખ 52 હજાર 983 યુનિટ રહ્યું છે, તેમાં ઘરેલુ બજારમાં 1 લાખ 47 હજાર 483 યુનિટ્સ, અન્ય OIMના 5,500 યુનિટ્સ અને 11 હજાર 486 યુનિટનો નિકાસ સામેલ છે, જ્યારે ફેબ્રુઆરી 2020મા તે 1 લાખ 36 હજાર 849 યુનિટ હતું. કંપનીએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2021 દરમિયાન મિની કેટેગરીમાં અલ્ટો અને એસ પ્રેસોનું વેચાણ 12.9 યુનિટ્સ ઘટીને 23 હજાર 959 રહ્યું. જ્યારે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કંપનીએ 27 હજાર 299 યુનિટનું વેચાણ કર્યું હતું.

કોમ્પેક્ટ સેગમેન્ટમાં વેગનઆર, સ્વિફ્ટ, સેલેરિયો, બલેનો, ડિઝાયર અને ટૂર એસનું વેચાણ આ દરમિયાન 15.3 ટકા વધવાની સાથે 80 હજાર 517 યુનિટ્સ રહ્યું. ગયા વર્ષની સમાન અવધિમાં કંપનીએ આ કેટેગરીમાં 69 હજાર 828 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. મીડ સાઇઝ સેડાઝ સિયાઝના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી 2021 દરમિયાન 40.6 ટકાના ઘટાડા સાથે 1510 યુનિટ્સ રહ્યું, જ્યારે એક વર્ષ પહેલા સમાન અવધિમાં કંપનીએ તેની 2544 યુનિટ્સ વેચ્યા હતા.

યુટિલિટી વ્હીકલ્સ કેટેગરીમાં જિપ્સી, અર્ટિગા, એસ ક્રોસ, વિટારા બ્રેઝા, એક્સએલ6નું વેચાણ પણ 18.9 ટકા વધીને 26 હજાર 884 યુનિટ્સ રહ્યું, જ્યારે એક વર્ષ પહેલા સમાન અવધિમાં આ કેટેગરીમાં 22 હજાર 604 વાહનોનું વેચાણ કરવામાં આવ્યું હતું. એ સિવાય ઇકો વેનનું વેચાણ ફેબ્રુઆરી 2021 દરમિયાન 5.9 ટકા વધીને 11 હજાર 891 યુનિટ્સ રહ્યું. સમાન અવધિમાં ગયા વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2020મા તેનું 11 હજાર 227 યુનિટ્સનું વેચાણ થયું હતું.

લાઇટ કોમર્શિયલ વ્હીકલ સુપર carryના વેચાણમાં સૌથી વધારે 507.6 ટકાનો વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2021 દરમિયાન કંપનીએ કુલ 2722 સુપર carry વેચી, જ્યારે એક વર્ષ પહેલા કંપનીએ માત્ર 448 સુપર carryનું વેચાણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp