IPO લાવવાની તૈયારીમાં વ્યસ્ત OYO, શું હશે વેલ્યુએશન?

PC: theprint.in

સોફ્ટ બેન્ક દ્વારા સપોર્ટેડ હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ટેક કંપની OYO આ જ વર્ષે પાતોનો IPO લવવાની તૈયારી કરી રહી છે. સપ્ટેમ્બર બાદ કોઇપણ સમયે આ કંપનીનો ઇશ્યુ આવી શકે એવી ચર્ચાઓ સંભળાઇ રહી છે. માર્કેટ રેગ્યુલેટર સંસ્થા SEBIએ આ મુદ્દે લખ્યું છે. કંપનીએ SEBI પાસે અપડેટેડ અને ફરીથી તૈયાર કરવામાં આવેલી કંસોલીડેટેડ નાણાંકીય જાણકારીઓ રજૂ કરવા માટે અનુમતીઓ માગી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર આ મુદ્દે જોડાયેલા લોકોએ કહ્યું કે, ગત વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ IPO લાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ માર્કેટ રેગ્યુલેટરને જમા કરાવ્યા હતા. કંપની IPO દ્વારા 8430 કરોડ રૂપિયા એકઠા કરવા માગે છે. પહેલા કંપની લગભગ 11 બિલિયન એમેરીકી ડૉલર બજારમાંથી એકઠા કરવા માટેની યોજના બનાવવા માગતી હતી, પણ હવે કંપની 7-8 બિલિયન અમેરીકી ડૉલર જેટલી રકમ ભેગી કરવાના પ્લાનિંગમાં છે. કંપનીએ પોતાની વેલ્યુએશન ઓછી કરી છે.

જાણકારોએ કહ્યું કે, સપ્ટેમ્બરમાં IPO લાવવા પાછળ કંપનીના બે મુખ્ય કારણો છે. પહેલું તો કંપનીના ફાઇનાન્સિયલ પર્ફોરમન્સમાં સુધારો થવાની શક્યતા છે અને બીજુ કે વોલેટાઇલ શેર બજારોના સ્થિર થવાની રાહ જોવાઇ રહી છે.

SEBIને લખેલા પત્રમાં OYOની પેરેન્ટ કંપની ઓરોવેલ સ્ટેઝ લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2022, 30 સપ્ટેમ્બર, 2021 અને 30 સપ્ટેમ્બર, 2020ના રોજ સમાપ્ત થનારી છમાસિક અવધિઓ માટે ફરીથી તૈયાર કરવામાં આવેલા નાણાંકીય વિવરણોને સામેલ કરવાની અનુમતિ માગી છે.

રિપોર્ટમાં કંપનીની યોજનાઓથી અવગત એક વ્યક્તિ દ્વારા જાણકારી મળી છે કે, નવા લિસ્ટ થયેલા શેરોમાં મોટી ઉતર-ચડના કારણે રોકાણકારોમાં ભયની સ્થિતિ છે. આ તરીકેની ભાવનાઓ વચ્ચે, રોકાણકારોને પહેલા કંપનીની નાણાંકીય સ્થિતિ બતાવવી જરૂરી રહેશે. રોકાણકારોને બતાવવું પડશે કે, કંપનીનો બિઝનેસ મજબૂત છે અને કંપનીના બુકિંગ પણ ઘણા સારા છે. કંપની આ ક્વાર્ટર સુધી રાહ જોશે.

OYO કંપની રીતેશ અગ્રવાલ દ્વારા 2013માં ચાલુ કરવામાં આવી હતી. આ એક ફ્રેશ સ્ટાર્ટ અપ હતું. આ સ્ટાર્ટ અપને જાપાનની વેન્ચર કેપિટલ કંપની સોફ્ટ બેન્ક દ્વારા ફંડીંગ આપવામાં આવ્યું હતું. આ સ્ટાર્ટઅપ સોફ્ટ બેંક માટે નફાકારક સાબિત થયું હતું. હવે આ કંપની વિશ્વભરમાં પોતાના ઓપરેશન વધારવા જઇ રહી છે. જેના કારણે કદાચ કંપની IPO લાવવા જઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp