14 મહિનામાં રિલાયન્સ ગ્રુપે 35000 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું

PC: hindustantimes.com

Reliance અનિલ ધીરુભાઈ અંબાણી સમૂહના પ્રમુખ અનિલ અંબાણીએ મંગળવારે કહ્યું કે, તેમની કંપની તમામ દેવાઓને સમયસર ચુકવવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લાં 14 મહિનામાં તેમના સમૂહે 35000 કરોડ રૂપિયાનું દેવું ચુકવ્યું છે. અંબાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ચૂનોતીપૂર્ણ પરિસ્થિતિ અને કોઈ નાણાકીય સહાયતા ન મળવા છતા તેમના ગ્રુપે 1 એપ્રિલ, 2018થી લઈને 31 મે, 2019ની વચ્ચે તેમના પર બાકી દેવામાં 24800 કરોડ રૂપિયા મૂળધન અને 10600 કરોડ રૂપિયાનું વ્યાજ ચુકવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, છેલ્લાં કેટલાક અઠવાડિયાઓ દરમિયાન ગેરવ્યાજબી અફવાઓ, અટકળો અને રિલાયન્સ સમૂહની તમામ કંપનીઓના શેરના ભાવમાં ઘટાડાને કારણે અમારા તમામ સ્ટેકહોલ્ડર્સને ખૂબ જ નુકસાન થયું છે.

35000 કરોડ રૂપિયાના દેવાનું ભુગતાન રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તેની સાથે સંબદ્ધ કંપનીઓ સાથે જોડાયેલું છે. અંબાણીએ નિવેશકોને આશ્વત કર્યા છે કે, તેમનો સમૂહ ભવિષ્યમાં તમામ દેવાઓને સમયસર પૂરા કરવા માટે પ્રતિબદ્ધ છે. તેને માટે તેમની પાસે પરિસંપત્તિઓના મૌદ્રિકરણની યોજના છે, જેને તે ઘણા સ્તર પર લાગૂ પણ કરી ચુક્યું છે.

અંબાણીએ સમૂહની કેટલીક સમસ્યાઓ માટે રેગ્યુલેટરી ઓથોરિટીઝ અને અદાલતોને પણ જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે, કેટલાક મામલામાં નિર્ણય આવવામાં મોડું થવાને કારણે સમૂહને 30000 કરોડ કરતા વધુ રૂપિયાના બાકી લેણા મળી ન શક્યા. અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર અને તેની સાથે સંબંધિત કંપનીઓના આ બાકી લેણા 5થી 10 વર્ષ જુના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp